સંપૂર્ણ સ્વદેશી બનાવટના HTT-40 ટ્રેનર એરક્રાફ્ટનું અનાવરણ કરવામાં આવ્યું, શું છે તેની ખાસિયતો જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના હેલિપેડ મેદાન ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પો એક્ઝિબિશનમાં HTT-40 એરક્રાફ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલું આ સંપૂર્ણ ભારતીય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના હેલિપેડ મેદાન ખાતે આયોજિત ડિફેન્સ એક્સ્પો એક્ઝિબિશનમાં HTT-40 એરક્રાફ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલું આ સંપૂર્ણ ભારતીય બનાવટનું ટ્રેનર એરક્રાફ્ટ છે. ભારતીય સંરક્ષણ સેવાઓની પ્રાથમિક તાલીમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ નવું HTT-40 એ મૂળભૂત HPT-32 ટ્રેનરને બદલવા માટે ડિઝાઇન કરી વિકસાવવામાં આવ્યું છે. તેમાં બે લોકો બેસી શકે છે તેમજ મહત્તમ ૪૫૦ કિમિ પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. એટલું જ નહીં, તે વરસાદમાં અને રાત્રે પણ ઉડાન કરી
શકે છે.
HTT-40 એ સંપૂર્ણપણે એરોબેટિક ટેન્ડમ સીટ ટર્બો ટ્રેનર છે. જેમાં એર-કન્ડિશન્ડ કોકપિટ, આધુનિક એવિઓનિક્સ અને ઇજેક્શન સીટ પણ છે. આ એરક્રાફ્ટને ઓછી સ્પીડ પર પણ સારી રીતે ઉડાડી શકાય અને અસરકારકતાથી સારી તાલીમ આપી શકાય, એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
આ અંગે HALના અધિકારીના જણાવ્યા અનુસાર આ વિશ્વનું સૌ પ્રથમ એવું એરક્રાફટ છે, જે જમીન પર હોય ત્યારે તેનું એન્જિન બંધ કર્યા વિના જ રિફ્યુલિંગ કરી શકાય છે તેમજ કેડેટ્સની અદલાબદલી પણ થઈ શકે છે.
HTT-40નો ઉપયોગ માત્ર ઉડવા માટે જ નહીં, પરંતુ લડવા માટે પણ કરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટમાં અદ્યતન પ્રશિક્ષણ સુવિધાઓ પણ છે. જેમ કે, ટેક્ટિકલ ફોર્મેશન, બેઝિક ફાઇટર મેન્યુવર્સ, રેન્જ ઓપરેશન્સ, એર ટુ એર વેપન્સ અને એર ટુ ગ્રાઉન્ડ વેપન્સ ફંડામેન્ટલ્સ. ભવિષ્યમાં તેનું હથિયારયુક્ત મોડલ પણ વિકસાવવાનું આયોજન હોવાનું ઉમેર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
