માત્ર ભાજપ-કોંગ્રેસ નહીં, અહીં ચતૃષ્કોણીય જંગનો માહોલ, જાણો બનાસકાંઠાની વાવ બેઠકના જ્ઞાતિવાદી સમીકરણો!
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષ કે અપક્ષના ઉમેદવારો જીતવા માટે એડીચોટીના જોર લગાવી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષ કે અપક્ષના ઉમેદવારો જીતવા માટે એડીચોટીના જોર લગાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઝંઝાવાતી પ્રવાસો કરી રહ્યા છે.

ત્યારે, વાવ વિધાનસભા બેઠકની જો વાત કરવામાં આવે તો, આ બેઠક પર હાલમાં ચતૃષ્કોણીય જંગ જોવા મળી રહ્યો છે. વાવ વિધાનસભાની ચૂંટણી જાતિવાદી સમિકરણ પર વધારે લંડાય છે. જેમાં, હાલમાં ગેની ઠાકોર કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. જેમને કોંગ્રેસે ફરીથી રિપિટ કર્યા છે.
વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર, ચૌધરી, દલિત અને ઇત્તર સમાજનું પ્રભુત્વ રહ્યુ છે. ત્યારે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજમાંથી ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસમાંથી ગેની ઠાકોર મેદાનમાં છે. આમ આદમી પાર્ટીએ ચૌધરી સમાજના ભીમ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તો, દલિત સમાજમાંથી સામાજિક કાર્યકર શાંતિલાલ રાઠોડ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. આ બધાની સાથે ઇત્તર સમાજમાંથી કોંગ્રેસના અમીરામ આસલ અપક્ષ ઉમેદવાર છે.
સામાન્ય રીતે, આ તમામ ઉમેદવારો પોતાની જાતિ અને સમાજના વોટ અંકે કરવા લાગી ગયા છે. એક તરફ ગેની ઠાકોરની નારાજગી સામે આવી રહી છે, તો, ભાજપ પાસે પણ પ્રભાવશાળી ઉમેદવાર નથી. હાલમાં તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, વાવમાં હાલમાં ખરાખરીનો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
