ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધા: સરકારી શાળાના બાળકોનો ઉત્કૃષ્ટ દેખાવ
Khel Mahakumbha Athletics Competition: ડાંગ જિલ્લામા યોજાઇ રહેલા જિલ્લા કક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધામા બીલીઆંબા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળાના બાળકો દ્વારા એથ્લેટીક્સ સ્પર્ધામા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરાયું છે. સાપુતારા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભની સ્પર્ધામા આ બે શાળાના ખેલાડીઓએ 10 ગોલ્ડ, 8 સિલ્વર, અને 12 બ્રોન્ઝ સાથે કુલ 30 મેડલો મેળવી શાળાઓનુ ગૌરવ વધાર્યુ છે.
ખેલ મહાકુંભની અંડર-11 ભાઇઓની રમતોમા ગામીત પ્રિન્સભાઇ સ્ટેંડિગ બ્રોડ જંપ - સિલ્વર મેડલ, કોકણી જિગ્નેશભાઇ લાંબી કુદ - સિલ્વર મેડલ, મોકાશી વિશ્વાસભાઇ 50 મીટર- સિલ્વર મેડલ, અને 100 મીટર ગોલ્ડ મેડલ, વળવી આરવભાઇ લાંબીલુદ - ગોલ્ડ મેડલ, અને 100 મીટરમા બ્રોન્ઝ મેડલ, તથા બહેનોમાં ભોયે કરીના 50 મીટરમા બ્રોન્ઝ મેડલ, જાદવ આશા લાંબી કુદમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

જ્યારે અંડર - 14 ભાઇઓની રમતોમા ગામિત ક્રિસ્ટીનભાઇ લાંબીકુદ - ગોલ્ડ મેડલ, અને 100 મીટર ગોલ્ડ મેડલ, ઠેંગળ પિંકેશભાઇ 600 મીટર - બ્રોન્ઝ મેડલ, મહાલા પ્રતિકભાઇ 400 મીટર - બ્રોન્ઝ મેડલ, બરડે અમીરભાઇ ઊંચી કુદ - બ્રોન્ઝ મેડલ, બહેનોમાં ગામીત પૂજાબેન 100 મીટરમા ગોલ્ડ મેળવ્યો છે.
અંડર - 17 ભાઇઓની રમતોમા ગાવિત કલ્પેશભાઇ ગોળા ફેંક બ્રોન્ઝ મેડલ અને ચક્ર ફેંક સિલ્વર મેડલ, ગામીત રાહુલભાઇ 200 મીટર - ગોલ્ડ મેડલ, સામેરા રીતેશભાઇ 800 મીટર સિલ્વર મેડલ, કોકણી શૈલેષભાઇ 400 મીટર ગોલ્ડ મેડલ, ભોયે મનિષભાઇ 100 મીટર બ્રોન્ઝ મેડલ, ગામીત દિવ્યેશભાઇ 1500 મીટર સિલ્વર મેડલ, કોકણી અભિષેકભાઇ લંગડી ફાળ કુદ - બ્રોન્ઝ મેડલ જ્યારે બહેનોમાં ગામિત પિનલબેન 100 મીટર બ્રોન્ઝ મેડલ, ગાવિત ઉજવલા બરછી ફેંક બ્રોન્ઝ મેડલ, પવાર સલીમાબેન 800 મીટર બ્રોન્ઝ મેડલ, કોકણી જશના ગોળાફેંક ગોલ્ડ મેડલ અને ચક્ર ફેંકમા ગોલ્ડ મેડલ, બાગુલ સુસ્મીતાબેન 400 મીટર સિલ્વર મેડલ, જ્યારે ગવળી લક્ષ્મીબેન 1500 મીટર ગોલ્ડ મેડલ મેલવેલ છે. અંડર - 17 રસ્સાખેંચમાં બહેનોએ સિલ્વર મેડલ મેળવેલ છે.
શાળાની આ સિદ્ધિ બદલ પ્રાથમિક શાળા બીલીઆંબાના આચાર્ય વિમલકુમાર દાઉદભાઇ ગામિત, તથા એથલેટિક્સ કોચ વિપુલકુમાર પટેલ અને રસિકભાઇ ભગુભાઇ પટેલ માધ્યમિક શાળાના ઇનચાર્જ આચાર્ય રાજેશકુમાર સુમનભાઇ ગામિતે બાળકોને અભિનંદન સાથે ઝોન કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ શાળા પરીવારના તમામ શિક્ષકો અને એસ.એમ.સી.ના તમામ સભ્યોએ પણ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
