મહિલાના ગર્ભાશયની જગ્યાએ પેટમાં હતુ બાળક!
ખેડબ્રહ્માના વડાલી તાલુકાની એક અજીબ ઘટના સામે આવી છે. વડાલીની એક મહિલાના ગર્ભાશયની જગ્યાઓ પેટમાં હતુ આઠ માસનુ બાળક. આ અંગે વધુ વાંચો અહીં..
ખેડબ્રહ્મા તાલુકાના વડાલી ગામની એક મહિલાને ગર્ભાશયની જગ્યાએ પેટમાં બાળક હતું. તેમની હાલત ગંભાર હોવાથી તેમનું તાત્કાલિક ઓપરેશન કરીને જીવ બચાવવામાં આવ્યો હતો. પરંતુ 8 માસના બાળકનું મૃત્યુ થયુ હતુ. શુક્રવારના રોજ બનેલી આ ઘટનામાં ડૉ. અશ્વિન ગઢવી, ડૉ.કનુભાઇ તરાલ, ડૉ. ક્રિષ્નાબહેન પટેલ તથા ડૉ.નીતાબહેન મકવાણાની ટીમે ત્રણ કલાકના ઓપરેશન બાદ બાળકને બહાર કાઢી સોનલ બહેનનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી.

આ સમગ્ર મામલે જાણવા મળતી માહિતી મુજબ હોસ્પિટલના અધિકારી અને ગાયનેકોલોજીસ્ટ ડૉ.અશ્વિનભાઇ ગઢવીના જણાવ્યાનુસાર, સોનલબહેનની સોનોગ્રાફી તથા અન્ય તપાસ કરાવવામાં આવી હતી. જેમાં બાળક ગર્ભાશયમાં નહી, પરંતુ પેટમાં હોવાનું જાણવા મળ્યુ હતું. એ આઠ માસના બાળકનું પેટમાં જ મૃત્યુ થઈ ગયુ હતુ, જેથી ડૉક્ટરે રિપોર્ટ કરાવી ઓપરેશન કરાવવાનું કહ્યુ હતું. આઠ માસ સુધી બાળકનો વિકાસ પેટમાં થયો હોય તેના કિસ્સાઓ વિશ્વામાં પણ અત્યાર સુધીમાં 10થી 12 જેટલા જ છે. જો કે, આ કેસમાં ઓપરેશનના ચોવીસ કલાક પહેલા જ બાળક પેટમાં મૃત્યુ પામ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
