સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતાનગર ખાતે આજ તા. ૭મી માર્ચથી કેસુડાં ટુરનો થશે શુભારંભ*
ટૂરનો સમય સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦ સુધીનો રહેશે. મુલાકાતીઓ ઓનલાઇન બુકિંગ કરી તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટાથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે. એકતાનગરની આજુ-બાજુનો વિસ્તાર કેસુડાના ૬૫ હજારથી પણ વધુ વૃક્ષથી સમૃધ્ધ છે. વસંતઋતુના આગમન સાથે જ આ વિસ્તારમાં કેસુડાના ફૂલોની ચાદર છવાઇ ગઈ છે. કેશુડાના સોંદર્યનું મોહક વર્ણન આજ સુધી સૌએ સાહિત્ય અને કાવ્યોમાં ખુબ જ સાભળ્યું હશે, પણ આ અહ્લાદક નજરાણું સામાન્ય જનતા પણ માણી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેસુડાં ટુરનો આજ તા. ૭મી માર્ચથી શુભારંભ થશે. આ સફરમાં નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા(ગાઈડ) નાગરિકોને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે.

કેસુડાં ટુરમાં પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે કેસુડાના ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેક કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની પણ મુલાકાત કરાવવામાં આવશે. આ ટૂરનો સમય સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦ સુધીનો રહેશે. મુલાકાતીઓ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
