કેશુભાઇએ પટેલ વર્ચસ્વવાળી બેઠકો પર નજર ઠેરવી

ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખવાની છે, પરંતુ પાર્ટીનું મુખ્ય ફોક્સ સૌરાષ્ટ્રની 10 અને સુરતની 3 મળીને કુલ 13 બેઠકો ઉપર છે.
રસપ્રદ બાબત એ છે કે, જીપીપીની આ તમામ 'એ' ગ્રેડની યાને ચૂંટણી જીતવાની આશા ધરાવતી બેઠકો મોટેભાગે લેઉઆ પટેલોના વર્ચસ્વવાળી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ નવી સરકાર બનાવવાની કવાયતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી કિંગમેકરની ભૂમિકા ભજવવાનો ઈરાદો ધરાવી રહી છે.
જીપીપીએ સૌરાષ્ટ્રની વિસાવદર, ધારી, લાઠી-બાબરા, સાવરકુંડલા, મોરબી, ગોંડલ, રાજકોટ નં-4 ગ્રામીણ, બોટાદ, ગારિયાધાર અને પાલિતાણા તથા સુરતની કતારગામ, વરાછા રોડ અને કામરેજનો સમાવેશ થાય છે.
આ તમામ બેઠકોની ચૂંટણી પ્રથમ રાઉન્ડમાં યોજાવાની છે.
પરિવર્તન પાર્ટીના સૂત્રધાર કેશુભાઈ તેમના વતન વિસાવદરથી ચૂંટણી લડવાના છે. જ્યારે મહામંત્રી ગોરધન ઝડફિયા વતન ભાવનગર જિલ્લો છોડીને આ વખતે લેઉઆ સમાજની સૌથી સલામત ગણાતી સીટ ગોંડલથી નસીબ અજમાવવાના છે. ઝડફિયા છેલ્લે 2009માં લોકસભાની ચૂંટમી ભાવનગરથી લડયા ત્યારે એમને ખાસ્સા 1 લાખ 56 હજાર મતો મળ્યા હતા.
પરિવર્તન પાર્ટીના આ બે દિગ્ગજો સિવાય બીજાં કોઈ મોટા નેતા ચૂંટણી લડવાના નથી. પાર્ટીના સૂત્રો કહે છે કે, સોમવાર 19 નવેમ્બર, 2012ની સાંજ સુધીમાં પ્રથમ તબક્કા માટે પાર્ટીના ઉમેદવારો નક્કી થઈ જશે, અલબત્ત, પાર્ટી 22મી- 23મીએ કોંગ્રેસ-ભાજપ સાથે જ તેના ઉમેદવારો જાહેર કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
