હિંમતનગરમાં બોલ્યા કેજરીવાલ- અમારી સરકાર લાવો, વિજળીનુ બીલ ઝીરો આવશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સીસોદીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ગોપાલ ઇટલીયા, ઈશુદાન ગઢવી સહિતના આપના હોદ્દેદારો ટાઉનહોલ ખાતે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સીસોદીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ગોપાલ ઇટલીયા, ઈશુદાન ગઢવી સહિતના આપના હોદ્દેદારો ટાઉનહોલ ખાતે પહોંચ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પહોંચતાની સાથે જ ટાઉનહોલની બહાર અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ગજબનો ઉત્સાહ છે તમારા લોકોમાં. લોકોને જોઈને એવું લાગી રહ્યું છે કે, ગુજરાત હવે બદલાવ માંગે છે. આ ધર્મ યુદ્ધ છે. આજે આ લોકો પાસે મોટી સેના છે તો અમારી પાસે ભગવાન છે. આજે અમારી પાસે જનતાનો સાથ છે. આજે અમે દિલ્હીમાં જે કામ કર્યુ છે તે 75 વર્ષમાં નથી થયું. ગુજરાતમાં દિલ્હી જેવા સરકારી હોસ્પિટલ-સ્કૂલ જોઈએ છે ને? તમારે ગુજરાતમાં વીજળીના બિલ ઝીરો જોઈએ છે કે નહીં? અમારી સરકાર બનશે તો 3 મહિનામાં જ વીજળીના બિલ ઝીરો કરી દઈશું.
અરવિંદ કેજરીવાલે 10 લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પેપર ફૂટવાની ઘટનાઓ બાબતે નવા કાયદા કાનૂન લાવીશું. પેપર ફોડવાવાળાઓને જેલ ભેગા કરીશું. 18 વર્ષથી ઉપરની મહિલાના એકાઉન્ટમાં દર મહિને 1 હજાર રૂપિયા જમા કરીશું. તમારા બાળકોને સારું શિક્ષણ આપવાની જવાબદારી અમારી છે.
તેમણે સ્વાસ્થ્ય અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો બધાને મફત ઈલાજ-સારો ઈલાજ આપવાની જવાબદારી એમની સરકારની છે. તમામ લોકોને બધી દવાઓ-ટેસ્ટ અને ઓપરેશન ફ્રી કરવામાં આવશે. તમે મને વોટ આપો હું તમને ફ્રી વીજળી આપીશ, તમે મને વોટ આપો હું તમને મફત ઈલાજ આપીશ. તેમણે ડ્રાઈવર-કંડક્ટરના પગારમાં એક મહિનામાં વધારો કરવાનો વાયદો કર્યો હતો. પોલીસ જવાનોને જણાવ્યું હતું કે અમારી સરકાર બને તો ગ્રેડ પે અમારી પાસેથી લઈ લેજો. એક મહિનાની અંદર બધાની તમામ માગ હું પૂરી કરીશ.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
