જાણો, 16મી લોકસભામાં કેસી પટેલનું કેવું પરફોર્મન્સ રહ્યું હતું?
વલસાડના સાંસદ કેસી પટેલે પોતાના પહેલા કાર્યકાળમાં વલસાડ માટે કેટલા રૂપિયા વાપર્યા? અહીં વાંચો
વલસાડઃ ડૉ. કે.સી. પટેલ વલસાડથી સાંસદ સભ્ય છે. લોકસભા ચૂંટણી 2014માં તેઓ ભાજપ તરફથી ચૂંટાયા હતા. કેસી પટેલનો જન્મ વલસાડના ખારવેલમાં 10 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. 69 વ્યવસાયે મેડિકલ પ્રેક્ટિશર પણ છે. રમણીબેન પટેલ સાથે તેમણે લગ્ન કર્યાં હતાં અને કેસી પટેલને બે સંતાનો છે.

ઉલ્લેખનીય છે કે કેસી પટેલ સાથે એક બ્લેકમેલિંગની ઘટના પણ બની હતી. કેસી પટેલે આરોપ લગાવ્યો હતો કે કોઈ અજાણી મહિલા મદદના બહાને તેમની પાસે આવી હતી અને ડ્રિંકમાં સેડવીટીઝ પદાર્થ ભેળવી તેમની ક્લિપ ઉતારી લીધી હતી. બાદમાં તે મહિલા બ્લેકમેલ કરતી હોવાનો કેસી પટેલે આરોપ લગાવ્યો હતો. મહિલાની ધરપકડ કરી 9 મે 2017ના રોજ તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી.
ગુજરાતના સાંસદોની સંપત્તિ કેટલી? અહીં જુઓ
જો હવે કેસી પટેલના કાર્યો વિશે વાત કરીએ સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ દરેક સાંસદ પોતાના મત વિસ્તારમાં વિકાસનાં કાર્યો કરવા માટે 25 કરોડના હકદાર બની જાય છે. કેસી પટેલ દ્વારા 25.57 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવેલ હતી, જો કે જિલ્લા અધિકારી દ્વારા 24.82 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. ભારત સરકાર તરફથી વ્યાજ સહિત કુલ 26.35 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જેમાંથી ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી દ્વારા 21.85 કરોડ રૂપિયા વિકાસ કાર્યોમાં ખર્ચવામાં આવ્યા છે જ્યારે ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી પાસે હજુ પણ 4.5 કરોડ રૂપિયાનું ભંડોળ પડ્યું છે.
ગુજરાતના આટલા સાંસદો સામે છે ક્રિમિનલ કેસ
સાંસદની કામગીરીમાં જો કેસી પટેલની સક્રિયતા વિશે વાત કરીએ તો સંસદમાં કેસી પટેલની કુલ હાજરી 81 ટકા રહી. તેમણે માત્ર એક જ ડિબેટમાં ભાગ લીધો હતો, જો કે કેસી પટેલે એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ પણ રજૂ નહોતાં કર્યાં. જણાવી દઈએ કે 16મી લોકસભામાં કેસી પટેલની આ પહેલી ટર્મ હતી.
આ પણ વાંચો- જાણો, આણંદ સીટ પર દિલિપભાઈએ સાંસદ નિધિમાંથી કેટલા રૂપિયા વાપર્યા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
