બીજેપી નેતા નકવીએ કહ્યું 'સિતારો સે આગે જહાં ઔર ભી હૈ'
નવી દિલ્હી, 8 મે : કર્ણાટકમાં મુરઝાતા કમળને જોઇને બીજેપીમાં નીરાશાની લહેર પ્રસરી ગઇ છે. અત્યાર સુધી વિધાનસભા ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કર્ણાટકમાં બીજેપી ફરીથી સરકાર બનાવવામાં ક્યાંયથી પણ દેખાઇ રહી હોય, તેનું સત્તાથી બહાર થવું લગભગ નક્કી છે. આની પર બીજેપી નેતા મુક્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે સંપૂર્ણ ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી એ વાતની સમીક્ષા કરશે કે અમારાથી ચૂંક ક્યા થઇ અને ક્યા રણનીતિમાં ભૂલ થઇ.
તેમણે જણાવ્યું કે બીજેપીને કર્ણાટકમાં આશા કરતા ઓછી બેઠકો મળી છે જે દુ:ખદ છે અને એ વાતની પાર્ટી સમીક્ષા કરશે. તેમણે જણાવ્યું કે કર્ણાટકમાં ચૂંટણીના પરિણામોથી તેમને નિરાશા થઇ છે પરંતુ તેનો અર્થ એ નથી કે અમે હાર માનીને બેસી ગયા હોઇએ.
તેમણે એ વાતની આશા વ્યક્ત કરતા જણાવ્યું કે આવનારા દિવસોમાં જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેમાં બીજેપી સારુ પ્રદર્શન કરશે. તેમણે શાયરી કહીને જણાવ્યું કે 'સિતારો સે આગે જહાં ઔર ભી હૈ'.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજસ્થાન અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
