Kanti Amrutia Vs Gopal Italia : કાંતિ અમૃતિયાએ રાજીનામુ આપવા ગાંધીનગર કુચનું એલાન કર્યુ
Kanti Amrutia Vs Gopal Italia : ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર ઉથલપાથલ જોવા મળી રહી છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તેમના રાજકીય ભવિષ્ય અંગે મોટું નિવેદન આપીને રાજ્યની રાજકીય ગરમાવો પેદા કર્યો છે.
તેમણે જણાવ્યું છે કે તેઓ આગામી સોમવારે સમર્થકોના કાફલા સાથે ગાંધીનગર ખાતે વિધાનસભા પહોંચીને પોતાના પદેથી રાજીનામું આપવા તૈયાર છે.

કાંતિ અમૃતિયાના સમર્થકો સોમવારે આશરે 150થી વધુ વાહનોના કાફલા સાથે ગાંધીનગર તરફ રવાના થવાના છે. તે સીધા વિધાનસભાના ગેટ નંબર 4 બહાર શક્તિ પ્રદર્શન કરશે અને ત્યાં ગોપાલ ઈટાલિયાની રાહ જોશે.
કાંતિભાઈએ સ્પષ્ટતા કરી છે કે તેઓ તેમનું રાજીનામું ફક્ત ત્યારે જ આપશે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા તેમનાં સમક્ષ હાજર રહેશે. તે ગેટ નંબર 4 બહાર 30 મિનિટ સુધી ઇટાલીયાની રાહ જોશે. જો ઇટાલીયા ત્યાં નહીં આવે તો કાંતિભાઈ પોતાનું રાજીનામું નહીં આપે.
કાંતિ અમૃતિયા અનુસાર તે રાજીનામું આપવા સંપૂર્ણ તૈયાર છે. પણ કેટલીક શરતો છે, અને તે શરતો પૂરી થાય ત્યારે જ રાજીનામુ આપશે. તેમના આ નિવેદનથી રાજકીય ગલીઓમાં ચર્ચાઓનો નવો દોર શરૂ થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
