કોરોનાના ડર વચ્ચે અમદાવાદમાં કાકરિયા કાર્નિવલનો પ્રારંભ
ગુજારતના અમદવાદમાં 2 વર્ષ બાદ ફરી કાકરિયા કાર્નિવલનો પ્રરંભ થવા જઇ રહોય છે લોકોમાં તેને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ કોરોનાની સંભાવનાને ધ્યાનમાં રાખી લોકોને સાવચેત રેહવા માટે પણ અપિલ કરવામાં આવી રહી છે
અમદાવાદ ખાતે 2 વર્ષ બાદ કાંકારિયા કાર્નિવલ 2022 નો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન રાજ્યમાં ઉત્સવો પર પ્રતિબધ હતો. આ વર્ષે પણ ચીનમાં નવા કોરોના વેરિયન્ટ દ્વારા ભારે ઝડપીથી ફેલાઇ રહ્યો હોવાથી સાવચેતીના ભાગ રૂપે લોકોને માસ્ક પહેરવા ખાસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ વર્ષએ કોરોના ડર વચ્ચે કાંકરીયા કાર્નિવલનો પ્રારંભ થયો છે.

કાંકરિયા કાર્નિવલના આયોજનને લઇને મુખ્યમંત્રીએ કહ્યું કે, બે વર્ષ બાદ આ મહોત્સવનું આયોજન થઇ રહ્યું છે એટલે લોકોમાં ઉત્સાહ બમણો છે. આ વખતે પણ કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરો, નૃત્યનાટિકાઓ, લેઝર બીમ શો, યોગા-એરોબિક્સ, લાઈવ કેરેક્ટર્સ, ફૂડ ફેસ્ટિવલ, ગુજરાત પોલીસ દ્વારા હોર્સ શો તથા ડોગ શો ઉપરાંત નાનાં બાળકો માટે સાહસિક પ્રવૃત્તિઓ જેવાં સુંદર આયોજનો કરવામાં આવ્યાં છે. સાથે-સાથે કાંકરિયાની કિડ્ઝ સિટી, ટોયટ્રેન, ઝૂ, એક્વેરિયમ વગેરેની મજા નગરજનો માણી શકશે અને કાર્નિવલના સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને પાવાગઢના પરિસરમાં પ્રારંભ થયેલા પંચમહોત્સવની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે આધુનિકતાને કેવું આત્મસાત કર્યું છે એનો નજારો કાંકરિયા કાર્નિવલમાં જોવા મળે છે અને ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને પરંપરાગત લોકમેળાનો વૈભવ પાવાગઢ પંચમહોત્સવમાં જોવા મળે છે. પરંપરાની જાળવણી સાથે આધુનિકતાને અપનાવવાની નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વિકસાવેલી પ્રણાલી આ બન્ને મહોત્સવોમાં સાકાર થઈ છે.
પાવાગઢના પંચમહોત્સવમાં પણ લોકોને મનોરંજન સાથે આપણા ઈતિહાસ અને સંસ્કૃતિનું ગૌરવ અપાવે એવાં આયોજનો કરવામાં આવ્યાં છે. કાંકરિયા કાર્નિવલ અને પાવાગઢના પંચમહોત્સવ આ બન્ને લોકોત્સવોનો વધુમાં વધુ લોકો લાભ લેશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, દેશના અમૃતકાળમાં વડાપ્રધાનએ ભારતને વિકસિત દેશ બનાવવાનું લક્ષ્ય આપ્યું છે, 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'નું લક્ષ્ય સિદ્ધ કરવાના સેવાયજ્ઞમાં સૌએ યોગદાન આપવાનું છે.
આ અવસરે આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર કાંકરિયા કાર્નિવલનું સુંદર આયોજન કરવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સમગ્ર આયોજકોનો પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટલે આભાર વ્યક્ત કર્યો હતો.
આ અવસરે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમારે કહ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાંકરિયા તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને વિશ્વ કક્ષાનું પર્યટન સ્થળ બનાવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા શહેરની આ વિકાસયાત્રાને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે. મેયરશ્રીએ 'કાંકરિયા કાર્નિવલ-૨૦૨૨'માં આગામી દિવસોમાં રજુ થનાર યોગ, હાસ્ય, સંગીત અને નાટ્ય પ્રસ્તુતિઓની તેમજ બાલનગરીની વિસ્તૃતમાં વિગતો પણ આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
