Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kachchh Lok Sabha Seat : કચ્છ લોકસભા સીટ જીતવી કોંગ્રેસ માટે સ્વપ્ન સમાન!

Kachchha Lok Sabha Seat: આગામી એપ્રિલ મહિનામાં લોકસભા ચૂંટણી 2024 યોજાશે. ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણી 2024ની તારીખ પણ જાહેર થઇ શકે છે. હવે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા પહેલાં કચ્છ લોકસભા સીટ પર કોનું વર્ચસ્વ કેવું છે અને ઈતિહાસમાં આ સીટ પર કઈ પાર્ટી જીતતી હતી તે જાણો...

ઉલ્લેખનીય છે કે કચ્છ લોકસભા સીટ ગુજરાતની 26 લોકસભા સીટમાંની એક છે. કચ્છ લોકસભા સીટ ભારતની ત્રીજી સૌથી મોટી લોકસભા સીટ છે જેનું ક્ષેત્રફળ 45,652 km2 છે. જે ડેન્માર્કથી પણ વડી છે.

Kachchh Lok Sabha Seat

હાલમાં, કચ્છ લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે- 1) અબડાસા, 2) માંડવી, 3) ભૂજ, 4) અંજાર, 5) ગાંધીધામ, 6) રાપર અને 7) મોરબી. આ સાતેય વિધાનસભા સીટ પર પણ ભાજપ પાર્ટીના જ ધારાસભ્ય ચૂંટાયેલા છે. જે કારણે પણ કચ્છ લોકસભા સીટ કોંગ્રેસ માટે જીતવી અશક્ય છે, અને આ સીટ પર હાર-જીતનું માર્જિન પણ જબરું હોય છે. આ આંકડાઓ જોતાં કોંગ્રેસ આ સીટ પર ઉમેદવાર ના ઉતારે તેમાં જ ડહાપણ.

કચ્છ લોકસભા સીટના ઈતિહાસ પર નજર ફેરવીએ તો 1952 અને 1957 લોકસભા ચૂંટણીમાં આ સીટ પરથી કોંગ્રેસના ભવાનજી અર્જૂન ખીમજી ચૂંટાયા હતા, 1962માં સ્વતંત્ર પાર્ટીના હિંમતસિંહજી ચૂંટાયા હતા, 1967 અને 1971ની લોકસભા ચૂંટણીમાં ક્રમશઃ કોંગ્રેસના તુલસીદાસ એમ શેઠ અને મહિપતરાય મેહતા ચૂંટાયા હતા, 1977માં જનતા પાર્ટીના અનંત દવે, 1980માં કોંગ્રેસના મહિપતરાય મેહતા, 1984માં કોંગ્રેસનાં ઉશા ઠાકર, 1989માં ભાજપના બાબુભાઈ શાહ અને 1991માં કોંગ્રેસના હરિલાલ નાનજી પટેલ ચૂંટાયા હતા. તે પછી ક્યારેય કોંગ્રેસ આ સીટ પર જીતી નથી શકી. 1996, 1998, 1999, 2004ની લોકસભા અને લોકસભા પેટાચૂંટણીમાં ભાજપના પુશ્પદાન ગઢવી ચૂંટાયા હતા. 2009માં પૂનમબેન જાટ ચૂંટાયા હતા અને લોકસભા ચૂંટણી 2014 અને 2019માં ભાજપના વિનોદ ચાવડા કચ્છ બેઠકથી જીત્યા હતા.

ગત લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોને મળેલા કુલ મત અને પાર્ટીના વોટશેરની વાત કરીએ તો 62.26% વોટશેર સાથે ભાજપ પક્ષ સૌથી આગળ હતો, ભાજપના વિનોદ લખમશી ચાવડાને 6,37,034 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નરેશ નારણભાઇ મહેશ્વરીને માત્ર 3,31,521 મતથી સંતોષ માનવો પડ્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીની સરખામણીએ 2019માં કચ્છ બેઠક પર ભાજપને વોટશેર 2.86% વધ્યો જ્યારે કોંગ્રેસનો 0.15% ઘટ્યો હતો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X