જાણો તમારા ઉમેદવારને: જેતપુરથી ભાજપના જયેશ રાદડિયા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જેતપુરની સીટ પરથી ભાજપના જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી છે. જયેશ રાદડિયા વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના રોજ ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં જેતપુરની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે જયેશ રાદડિયાની પસંદગી કરવામાં આવી છે. તો જયેશ રાદડિયા વિષે થોડું જાણીએ. જયેશભાઈનો જન્મ 20 ડિસેમ્બર,1981ના રોજ રાજકોટના જામકંડોરણામાં થયો હતો. જયેશના માતાનું નામ ચેતનાબેન અને પિતાનું નામ વિઠ્ઠલભાઈ રાદડિયા છે. તેમણે વર્ષ 2001માં વડોદરાથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જયેશ રાદડિયા 13મી વિધાનસભામાં સભ્ય રહી ચુક્યા છે. જયેશભાઈના પિતા વિઠ્ઠલભાઈ પોરબંદરથી 2009માં સાંસદ પણ રહી ચુક્યા છે.

2013માં વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા કોંગ્રેસના ધારાસભ્ય હતા. ત્યારે તેમણે અચાનક વિધાનસભામાંથી રાજીનામું આપી દીધુ હતું. આ કારણથી કોંગ્રેસ પક્ષ તેમનાથી ઘણો નારાજ થયો હતો. કારણ કે તેમણે કોઇ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર રાજીનામું આપી દીધુ. આથી તેમને 6 વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ બાદ પિતા-પુત્ર બંન્ને ભાજપમાં જોડાયા હતા. myneta.in પરથી મળતી માહિતી અનુસાર તેમની કુલ સંપત્તિ 14 કરોડ જેટલી છે. તેમનો મુખ્ય વ્યવસાય ટ્રેડિંગ અને સમાજ સેવાનો છે. તેમનો એક પુત્ર અને પુત્રી છે. તેમની પત્નીનું નામ મિતલબેન છે. તેમના પર બે ગુનાહિત કેસ નોંધાયેલા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
