જામનગર જિલ્લા કલેક્ટર બી.એ.શાહે મતદાન કેન્દ્રોની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની સમીક્ષા કરી
ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દરેક મતદાતા પોતાના નજીકના મતદાન કેન્દ્ર ખાતે પોતાનું નામ ઉમેરવું, સુધારવું, કમી કરવું સહિતની સુવિધાઓ મેળવી શકે છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં રવિવારના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે અન્વયે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.એ.શાહે જામનગર જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ મતદાન કેન્દ્રોની મુલાકાત લીધી હતી.અને ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર્સની કામગીરી તથા મતદારયાદી સુધારણા અંગેની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી.તેમજ મહત્તમ યુવા મતદારોની નોંધણી મતદારયાદીમાં થાય એ માટે જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટર સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશિલ પરમાર, ૭૮-જામનગર ઉત્તર વિ.સ.મ.વિ.ના મતદાર નોંધણી અધિકારી અને શહેર પ્રાંત અધિકારી ડી.ડી.શાહ, ૭૯-જામનગર દક્ષિણ વિ.સ.મ.વિ.ના મતદાર નોંધણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નિલાક્ષ મકવાણા તથા ૭૭-જામનગર ગ્રામ્ય વિ.સ.મ.વિ.ના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી ગ્રામ્ય ધાર્મિક ડોબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
