જાણો તમારા ઉમેદવારને: નિકોલથી ભાજપના જગદીશભાઈ પંચાલ
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં નિકોલની સીટ પરથી ભાજપના જગદીશભાઈ પંચાલને ટિકિટ આપવામાં આવી છે. જગદીશભાઈ પંચાલ વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં નિકોલ વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે જગદીશભાઈ પંચાલની પસંદગી કરવામાં આવી છે. તો જગદીશભાઈ પંચાલ વિષે થોડુ જાણીએ. જગદીશભાઈ પંચાલનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઇશ્વરભાઈ પંચાલ હતું. જગદીશભાઈના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો તેમણે 2nd બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સૌ પ્રથમ વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા.

2008ના સીમાંકન બાદ નિકોલ વિધાનસભા સીટ અસ્તિત્વમાં આવી હતી. હાલના ધારસભ્ય જગદીશભાઈ પંચાલની પસંદગી જ ફરી આ વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવી છે. ગઈ ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના નરસિંહભાઈ ગોરીને હરાવ્યા હતા. myneta.in પરથી મળતી માહિતી અનુસાર, તેમના પત્નીનું નામ અલકાબેન છે અને તેઓ ગૃહિણી છે. જગદીશભાઈને બે પુત્ર છે. તેમણે ચૂંટણી ફોર્મમાં કાપડ બનાવવાના મશીનનો વ્યવસાય તેમના મુખ્ય આવકના સ્ત્રોત તરીકે દર્શાવ્યો છે.












Click it and Unblock the Notifications
