ફરી વિવાદોમાં ફસાયું ઈસ્કૉન મંદિર, ધર્મના નામે બ્રેઈન વૉશ કરતા હોવાનો આરોપ લાગ્યો
ફરી વિવાદોમાં ફસાયું ઈસ્કૉન, બ્રેઈન વૉશ કરવાનો આરોપ લાગ્યો
અમદાવાદઃ અમદાવાદના ભાડજમાં હરે કષ્ણા મંદિર ફરી એકવાર વિવાદોમાં ફસાયું છે. મંદિર પર ધર્મ અને આધ્યાત્મિકતાના નામે યુવાનોનું બ્રેઈન વૉશ કરવાનો આરોપ લાગ્યો છે. ઝારખંડના રહવાસી પ્રશાંત સિંધના પરિજનોએ આરોપ લાવ્યો છે કે એમના દીકરાનું બ્રેઈન વૉશ કરી તેને લોકોથી દૂર કરી દેવામાં આવ્યો છે. પ્રશાંતની બહેન પ્રીતિએ આરોપ લગાવ્યો છે કે સંતોએ એનું બ્રેઈન વૉશ કરવાની કોશિશ પણ કરી હતી પરંતુ તે સંતોની વાતોમાં ન આવી જો કે એના ભાઈ પ્રશાંતે સંતોની વાતોમાં આવી સંસાર છોડી મંદિરમાં રહેવા માટે ચાલ્યો ગયો છે.

ઉલ્લેખનીય છે કે હેર કૃષ્ણ મંદિર અક્ષયપાત્રા માટે ઓળખીતું છે. આ ઈસ્કૉન મંદિર ટ્રસ્ટ દ્વારા જ ચલાવવામાં આવે છે. પ્રીતિએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો લોકો સુધી પહોંચાડીને પોતાના ભાઈને પરત લાવવા માટે અપીલ કરી છે. પ્રશાંતની ઉંમર 27 વર્ષની છે પરિવારનું કહેવું છે કે પ્રશાંતને કૉલેજના અભ્યાસ દરમિયાનથી જ મંદિરમાં બોલાવતા થઈ ગયા અને તેનું બ્રેઈન વૉશ કરવાનું શરૂ કરી દીધું. પ્રશાંતની બહેન પ્રીતિએ આરોપ લગાવ્યો છે કે પરિવારના લોકો જ્યારે મંદિરે જતા, પ્રશાંતને એકલા મળવા દેવામાં ન આવતો. એટલું જ નહિ, કોઈપણ તહેવાર પર એને ઘરે પણ નથી આવવા દેવાતો.
બીજી બાજુ આ મામલે પ્રશાંતે તેનું બ્રેઈન વૉશ કરવાની વાતને ખોટી ઠેરવી. પ્રશાંતે કહ્યું, 'મારા પરિજનો ખુશ નહોતા પરંતુ તેઓ માની ગયા હતા. હવે ચાર વર્ષ બાદ ફરી સવાલો કેમ ઉઠાવવામાં આવી રહ્યા છે, હું સમજી નથી શકતો.' ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનામાં ધર્મેશ, દિશાંત અને હવે પ્રશાંતના પરિજનોએ ઈસ્કૉનથી પોતાના દીકરાને પરત લાવવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો- લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી, આવકવેરા વિભાગ 12 કરોડની સંપત્તિ જપ્ત કરશે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
