ઇરાકથી પરત ફરેલા 15 ગુજરાતીઓ : દિલ કી લગી જુબાં પે ચલી આયી...
નવસારી, 7 જુલાઇ : સમગ્ર દેશ શનિવારે ઇરાકથી પરત ફરેલી કેરળની 46 નર્સોની ખુશીમાં સામેલ થયો હતો. તેવી જ રીતે સમગ્ર ગુજરાત રવિવારે ઇરાકથી પરત ફરેલા 15 ગુજરાતી શ્રમિકોના સહીસલામત પરત ફરવાથી ખુશ થયું છે. આ 15 શ્રમિકો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના જુદા જુદા ગામોના છે. તેઓ આઇએસઆઇએસ દ્વારા મચાવેલા આતંકમાં ત્યાં ફસાઇ ગયા હતા.
ઇરાકના નજફ વિસ્તારમાંથી તેમને રવિવારે એક વિમાનમાં દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. આ વિમાનમાં કુલ 200 ભારતીયો હતા. તેમાંથી 15 ગુજરાતીઓ હતા.ત્યારા બાદ તેમને ગુજરાત સરકારે મોકલેલી વિશેષ બસમાં મુંબઇથી નવસારી લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે અમારી સરકારે સ્થાનિક ધારાસભ્યો સાથે મળીને તેમને હેમખેમ ઘરે પાછા લાવવાના તમામ જરૂરી પગલાં ભર્યાં છે. સૌ તેમના ઘરે પહોંચી ગયા છે.
આ 15 ગુજરાતી કામદારોમાં 13 નવસારી અને 2 વલસાડના હતા. આ કામદારો મુંબઇની એક કંપનીની મદદથી ઇલેક્ટ્રિશિયન અને ફિટર્સ તરીકે પાંચ મહિનાના કોન્ટ્રાક્ટ પર ઇરાક ગયા હતા. જો કે તેમને છેલ્લા બે મહિનાથી કોઇ પગાર ચૂકવવામાં આવ્યો ન હતો. તેમને જે જગ્યાએ રાખવામાં આવ્યા હતા તે પણ અત્યંત અરૂચિકર હતી.
આ કામદારોને ઇરાકમાં કેવો અનુભવ થયો તે જાણીએ...

આકાશમાં ફટાકડાની જેમ ફૂટતા બોમ્બ
તિકરિતમાં ફટાકડાની જેમ આકાશમાંથી પડતા બોંબ ગમે ત્યારે અમારા પર પડી શકે તેમ હતા. અમે લગભગ 350 લોકો એક જ જગ્યાએ ડરીને બેઠા રહ્યા. રાશન પણ પૂરૂં થવા આવ્યું હતું અને અમારો સાઇટ મેનેજર અને ફોર મેન તો અમને મૂકીને દોઢ મહિના પહેલા જ ભાગી ગયા હતા. ભારતીય દૂતાવાસે મદદ કરી ત્યારે અહીં સુધી સલામત રીતે પહોંચી શક્યા.

સેંકડો ભારતીયોને પાછા ફરવું છે
ઇરાકના તિકરિતમાં આઇએસઆઇએસના આતંકવાદીઓએ બે મહિનાથી આતંક મચાવ્યો છે. ઇરાકી સરકાર અને આઇએસઆઇએસના આતંકવાદીઓ વચ્ચેની લડાઇમાં સવાર-સાંજ બોંબમારો અને ગોળીઓના વરસાદ વચ્ચે ખુદને બચાવીને બેઠેલા સેંકડો ભારતીયો હેમખેમ પાછા ફરવાની આશા રાખીને બેઠા છે.

છાપરગામના ઇશ્વર પટેલ
તિકરિતમાં સાઇટની આસપાસ સૈન્ય વિસ્તાર હતો. સવાર-સાંજ બોંબ પડતા હતા. બીકના માર્યા અમે એકસાથે બેસી જતા હતા. ખાવામાં પણ પાણી વાળા દાળ-ભાત અને સૂકા ખાબૂસ(રોટલી) મળતા હતા. પાસપોર્ટમાં ત્રણ મહિનાનો જ વીજા હતો. એટલે પોલીસે પકડી લીધા હતા. ભારતીય દૂતાવાસ પાસેથી મદદ માગી તો જવાબ મળ્યો અહીં શા માટે આવ્યા? બાદમાં કેન્દ્ર સરકારની કાર્યવાહીથી વિશેષ વિમાનથી ભારત જવાની વ્યવસ્થા કરવામાં આવી.

મેઘરના અંકિત પટેલ
હું પહેલી વાર ઇરાક ગયો હતો. તિકરિતમાં બોંબમારો અને ગોળીઓનો વરસાદ દિવાળીના ફટાકડાની જેમ ભાસતા હતા. એક રૂમમાં ભારે ગરમીમાં બહુ તકલીફ વેઠવી પડી. આતંકવાદીઓના હુમલા વધતા સાઇટ મેનેજર, ફોરમેન અને અન્ય અધિકારી અમને એકલા મૂકીને ભાગી ગયા. અમે તો જીવતા બચવાની આશા જ છોડી દીધી હતી. અહીં આવી બહુ ખુશી થઇ.

ગોયંદીના જોગી પટેલ
હું 25 વર્ષોથી વિદેશમાં નોકરી કરવા જાઉં છું. હુમલાઓથી બહુ ડરી ગયો હતો. કંપનીએ પાસપોર્ટ પર વીજા ન લગાવ્યા હોવાથી ભારતીય દૂતાવાસે પણ મદદ કરવાની ના પાડી દીધી. અહીં પરીજનોને ફોન કરીને જણાવ્યું કે સરકાર પાસે મદદ માંગે. ત્યારબાદ ભારત સરકારના પ્રયાસોથી વતન પરત ફર્યા છીએ.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

Click it and Unblock the Notifications