IT/ITES પોલિસી 2022-27 અંતર્ગત થશે 2000 કરોડથી વધુનું રોકાણ, 9700 રોજગારી ઉભી થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઘડાવામાં આવેલી રાજ્યની IT/ITES પોલિસી 2022-27 ને મળી વ્યાપક રોકાણ પ્રતિસાદ મળી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઘડાવામાં આવેલી રાજ્યની IT/ITES પોલિસી 2022-27 ને મળી વ્યાપક રોકાણ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં IT/ITES સેકટરમાં રોકાણોને પ્રોત્સાહનથી રોજગાર નિર્માણ તકો વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં વધુ બે MoU થયા હતા.

GESIA એસોસિયેશન 2000 કરોડનું રોકાણ આગામી પાંચ વર્ષમાં કરશે. જેમાં અંદાજે 6700 લોકોને રોજગારીની તકો મળશે. આ સાથે ઇન્ટીગ્રીટી ગૃપ રૂપિયા 100 થી 150 કરોડનું રોકાણ કરીને 3000 જેટલી રોજગારીની તકો પૂરી પાડશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે IT/ITES સેક્ટરમાં રોકાણો તેમજ રોજગાર નિર્માણને વેગ આપવા ઘડેલી IT/ITES પોલિસી 2022-27 ને રોકાણકારોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આ બંન્ને ક્ષેત્રોના પ્રતિષ્ઠિત ઉદ્યોગ-રોકાણકારો, કંપની સંચાલકો ગુજરાતની આ પોલિસીના પ્રોત્સાહક લાભથી પ્રેરિત થઇ રાજ્યમાં રોકાણો માટે આવતા થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં વધુ બે MoU સોમવારના રોજ 20 જૂનના રોજ સંપન્ન થયા હતા. સાયન્સ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી પણ આ અવસરના સાક્ષી બન્યા હતા.
રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ અને GESIA આઇટી એસોસિયેશન વચ્ચે સમજૂતિ કરાર થયા હતા. આ એસોસિયેશનની વિવિધ 10 જેટલી કંપનીઓ કુલ 2000 કરોડનું રોકાણ આગામી પાંચ વર્ષમાં IT ક્ષેત્રે કરવાની છે. જેના દ્વારા અંદાજે 6750 લોકોને રોજગારીની વિવિધ તકો મળશે.
GESIA રાજ્યમાં લીઝ, કોમર્શીયલ ઓફિસ સ્પેસ, આઇ.ટી સોફટવેર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર, માનવ સંશાધન, ડેટા સેન્ટર, આર એન્ડ ડી, કલાઉડ વગેરે વિષયોમાં પોતાની સેવાઓ આપશે. આ MoU ઉપરાંત અમદાવાદ સ્થિત ઇન્ટીગ્રીટી ગૃપ જે લિડિંગ આઉટ સોર્સિંગ અને ફિનટેક કંપની છે, તેમણે પણ રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ સાથે MoU કર્યા હતા.
ઇન્ટીગ્રીટી ગૃપ 2015-16 થી આ ક્ષેત્રે કાર્યરત છે અને યુ.એસ, યુ.કે સહિતના ગ્લોબલ માર્કેટમાં ખ્યાતિ ધરાવે છે. ભારતમાં પણ પાંચ શહેરોમાં ઓફિસ સાથે 1250 કર્મચારીઓની સંખ્યા ધરાવે છે.
હવે, ગુજરાત સરકાર સાથે આઇ.ટી, આઇ.ટી.ઇ.એસ પોલિસી 2022-27 થી પ્રેરિત થઇને ઇન્ટીગ્રીટી ગૃપે જે MoU કર્યા છે. આ અનુસાર આગામી 3 થી પાંચ વર્ષમાં તેઓ રૂપિયા 100 થી 150 કરોડનું રોકાણ કરશે. જે 3000 જેટલા લોકોને રોજગારીની તકો પૂરી પાડશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MoU પર GESIA વતી વાઇસ ચેરમેન એન્ડ ડિરેકટર પ્રણવ પંડ્યા તેમજ ઇન્ટીગ્રીટી ગૃપ વતી સીઇઓ શાલિન પરીખે તથા રાજ્ય સરકાર વતી સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ હસ્તાક્ષર કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સચિન ગુસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
