ગાંધીનગરમાં રાજભવનના પ્રાંગણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યોગાસન-પ્રાણાયામ કર્યા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કહ્યું કે, યોગ એ આસન કે વ્યાયામ માત્ર નથી, ભારતના ઋષિમુનિઓએ વર્ષો સુધી કઠિન તપશ્ચર્યા કરીને માનવજાતના કલ્યાણ માટે આપેલી વિદ્યા અને મહાન શાસ્ત્ર છે.

ગાંધીનગરમાં રાજભવનના પ્રાંગણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યોગાસન-પ્રાણાયામ કર્યા હતા. વિશ્વ યોગ દિવસે તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવનાથી સમસ્ત વિશ્વના કલ્યાણ માટે યોગ કરવા આહવાન કર્યું અને આજે આખી દુનિયા યોગ કરી રહી છે, એ ભારત માટે ગર્વની વાત છે.
સ્વાસ્થ્ય ઉત્તમ હશે તો જ અન્ય જવાબદારીઓ અને કર્તવ્યોનું સારી રીતે નિર્વહન થઈ શકશે. શરીર છે તો દુનિયા છે. પ્રવૃત્તિ રહેવા માટે શરીરનું સ્વસ્થ હોવું જરૂરી છે. નિયમિત યોગાસન અને પ્રાણાયામ કરવાથી શરીર સ્વસ્થ અને નીરોગી રહે છે. મન અને બુદ્ધિ એકાગ્ર થાય છે. પરિણામે કઠિન કાર્યો સરળતાથી કરવાની સમર્થતા આવે છે, એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યોગને દિનચર્યાનો ભાગ બનાવવા અને તેનું નિયમિત અધ્યન કરવાનો અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વયં પણ દરરોજ નિયમિત યોગ અને પ્રાણાયામ કરે છે.
રાજભવનના પ્રાંગણમાં ગાંધીનગરના વરિષ્ઠ યોગગુરુ અશ્વિનભાઈ દવેએ યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું સન્માન કર્યું હતું. સમસ્ત રાજભવન પરિવારે યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આત્મવિકાસ માટે મનને સંતુલિત રાખવાના તથા પોતાના કર્તવ્યો અને સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધતાના શપથ પણ લીધા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
