ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરાયો, જાણો ફેરફાર
industrial estates land allotment policy: ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સહિતના તમામ ઉદ્યોગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ગુજરાતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.
આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અગે જાણકારી આપી હતી.
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને ઔદ્યોગિક વસાહત માટે જમીન ફાળવણી કરવાની નીતિમાં જરૂરી સુધારો કરીને, GIDCમાં ઉદ્યોગોને જમીન ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે.
પ્રવક્તા મંત્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યની ઔદ્યોગિક વસાહતો માટે સરકારી પડતર જમીન GIDCને તબદીલ કરવામાં આવે છે અને GIDC દ્વારા આ જમીન ઉદ્યોગોને ફાળવવામાં આવે છે.
હાલની પદ્ધતિ અનુસાર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની કમિટી દ્વારા સરકારી જમીનના ભાવ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ નક્કી થયેલા ભાવે પડતર જમીન GIDCને ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ ઘણા કિસ્સામાં જમીનના દર હયાત દર કરતા વધુ થતા હોવાનું ધ્યાને આવ્યું હતું.

આવી તમામ સમસ્યાઓના નિકાલ માટે ગુજરાત સરકારે જમીન ફાળવવાની આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. હવે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત ઉદ્યોગ અને ખાણ વિભાગે કરેલા વર્ગીકરણ પ્રમાણે કુલ 3 કેટેગરીમાં GIDCને સરકારી પડતર જમીન ફાળવવામાં આવશે.
જે મુજબ કેટેગરી 1માં સમાવિષ્ટ 119 તાલુકાની લઘુ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જ જમીન ફાળવવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, આ ઉપરાંત કેટેગરી-૨માં સમાવિષ્ટ 76 તાલુકાની મધ્યમ વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 125 ટકા દરે, જ્યારે કેટેગરી 3માં સમાવિષ્ટ 56 તાલુકાની વિકસિત GIDCને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 150 ટકા દરે જમીન ફાળવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયના પરિણામે ઔદ્યોગિક વસાહત માટે સરકારી પડતર જમીન ફાળવવા માટેની પ્રક્રિયા વધુ સરળ બનશે, સમયનો વ્યય અટકશે તેમજ તમામ GIDC વચ્ચે જમીન ફાળવણી અને તેના વિકાસની સમાનતામાં પણ વધારો થશે.
ખાસ કરીને MSME ઉદ્યોગકારોને અને રોકાણકારોને પણ આ નિર્ણયથી વધુ સુગમતા થશે. ઉદ્યોગકારોની રોકાણ કરવા માટેની કેટલીક દુવિધાઓ અને અનિશ્ચિતાઓ પણ દૂર થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
