Under 19 world cup : ભારતે છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો, વૈભવ સુર્યવંશીની ધમાલ
અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય યુવા ટીમે ઈંગ્લેન્ડ સામે 100 રને ભવ્ય વિજય મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. વૈભવ સૂર્યવંશીની શાનદાર સદીની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 411 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. આ સ્કોર સાથે ભારતે ઈંગ્લેન્ડનો 404 રનનો જૂનો રેકોર્ડ તોડીને અંડર-19 વર્લ્ડ કપનો સર્વોચ્ચ ટીમ સ્કોર નોંધાવ્યો છે.

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી હતી અને ઓપનર એરોન જોર્જ માત્ર 9 રને પેવેલિયન ભેગા થયા હતા. ત્યારબાદ વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન આયુષ મ્હાત્રેએ બાજી સંભાળીને 90 બોલમાં 142 રનની આક્રમક ભાગીદારી કરી ટીમને મજબૂતી આપી હતી. કેપ્ટન આયુષ મ્હાત્રેએ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા 51 બોલમાં 53 રન ફટકારીને વૈભવને યોગ્ય સાથ આપ્યો હતો.
મેચના અસલી હીરો વૈભવ સૂર્યવંશીએ માત્ર 32 બોલમાં ફિફ્ટી અને 55 બોલમાં સદી પૂરી કરીને અંગ્રેજ બોલરોને ઘૂંટણિયે લાવી દીધા હતા. તેમણે કુલ 80 બોલમાં 175 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 15 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. વૈભવે વેદાંત ત્રિવેદી સાથે 89 રન જોડ્યા બાદ અંતિમ ઓવરોમાં અભિજ્ઞાન કુંડુ અને કનિષ્ક ચૌહાણે ટીમને 400 પાર પહોંચાડી હતી.
ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ મિન્ટોએ 3 વિકેટ લીધી હતી, પરંતુ ભારતના બેટ્સમેનોએ રનગતિ જાળવી રાખીને મોટો સ્કોર બનાવવામાં સફળતા મેળવી હતી. 412 રનના તોતિંગ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે શરૂઆતથી જ સંઘર્ષ કરતી જોવા મળી હતી. બેન ડોકિન્સ (66) અને બેન માયેસ (45) સિવાય કોઈ બેટ્સમેન ભારતીય બોલરોનો મક્કમતાથી સામનો કરી શક્યો ન હતો.
ભારતીય બોલર દીપેશ દેવેન્દ્રન અને આયુષ મ્હાત્રેએ મધ્યક્રમમાં તરખાટ મચાવીને ઈંગ્લેન્ડની બેટિંગ લાઈન-અપને વેરવિખેર કરી નાખી હતી. દીપેશે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની હાર નિશ્ચિત કરી દીધી હતી, જેના કારણે આખી ટીમ દબાણમાં આવી ગઈ હતી. આ વિજય સાથે ભારત 2000 થી 2026 સુધીમાં કુલ 6 વખત અંડર-19 વર્લ્ડ કપ જીતીને વિશ્વની સૌથી સફળ ટીમ બની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
