Opinion Poll : ગુજરાતમાં ભાજપને મળશે 106 થી 116 સીટો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 2 દિવસ પહેલા ઇન્ડિયા ટીવી અને વીએમઆરના ઓપિનિયન પોલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત થશે તે અંગે વિગતવાર જાણો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઇન્ડિયા ટીવીએ તેનો ઓપિનિયન પોલ બહાર પાડ્યો છે. જેમાં કેટલાક રસપ્રદ મુદ્દા બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 2 જ દિવસ બાકી છે. ત્યારે 2 દિવસ પહેલા બહાર આવેલા આ ઓપિનિયન પોલમાં 27 ટકા લોકોએ જણાવ્યું છે કે હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ. જ્યારે 47 ટકા લોકોએ કહ્યું છે કે દલિત- પાટીદાર અને ઓબીસી આ વખતે કોંગ્રેસની સાથે છે. વળી રાહુલના કારણે કોંગ્રેસને ગુજરાતમાં નવજીવન પણ મળ્યું છે તેવી વાત પણ આ પોલમાં બહાર આવી છે. આ પોલ મુજબ આ વખતને ભાજપની સરકાર ગુજરાતમાં બનશે. પણ તેને 106 થી લઇને 116 જેટલી જ બેઠક મળશે. ત્યારે જાણો આ નવા પોલ મુજબ ભાજપ અને કોંગ્રેસના નવા સમીકરણોમાં કેવા કેવા બદલાવ આવ્યા છે.

આ પોલ મુજબ 2012માં ભાજપને 50 ટકા વોટ મળ્યા હતા પણ આ વખતે તે 5 ટકા ઓછા થઇને 45 ટકા થઇ ગયા છે. કોંગ્રેસને પણ 2012ના બદલે 2 ટકા વધુ એટલે કે 42 ટકા વોટ મળશે.
- ફેવરેટ CM
ફેવરેટ સીએમમાં 36 ટકા લોકોએ વિજય રૂપાણીને વોટ આપ્યો છે. 7 ટકાએ આનંદીબેન, અને 16 ટકા વોટ શક્તિ સિંહ ગોહિલને મળ્યા છે. 5 ટકા વોટ શક્તિસિંહ વાઘેલાને મળ્યા છે. ભરતસિંહને 7 અને અર્જૂન મોઢવાડિયાને 2 ટકા વોટ મળ્યા છે.
- હાર્દિક પટેલ
હાર્દિક પટેલ સીડી કાંડ મામલે ચૂંટણી પર તેની કેટલી અસર પડશે તે મામલે 24 ટકા લોકોએ હાર્દિકથી નારાજગી વ્યક્ત કરી છે તો 16 ટકાએ સાહનુભૂતિ તો 60 ટકા લોકોએ કહ્યું છે કે કોઇ અસર નહીં પડે.
- હાર્દિક કોંગ્રેસ ડીલ
હાર્દિક અને કોંગ્રેસની ડીલ પર 26 લોકોએ કહ્યું છે હાર્દિક કોંગ્રેસની ચાલમાં આવી ગયો છે. 16 ટકાએ કહ્યું છે કે હાર્દિક ડબલ ગેમ લખી રહ્યો છે. અને 22 ટકા લોકોએ કહ્યું છે કે કોંગ્રેસમાં જોડાવું જોઇએ તો 23 ટકા લોકોએ કહ્યું છે કે બધાને પોતાનો નિર્ણય લેવાની આઝાદી છે.
- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીના ગુજરાત પ્રચારથી 37 ટકા લોકો માને છે કે કોંગ્રેસની લડાઇમાં વાપસી થઇ છે. 39 ટકા લોકોએ તેને ફ્લોપ શો અને 24 ટકા લોકો કહ્યું કે સીએમ પદનું એલાન કર્યું હોય તો ફાયદો થાત તેમ જણાવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
