30 ડિસેમ્બરે ચોટીલા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, જાણો કેમ?
ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના સવારના દર્શનના સમયમાં ૩૦ ડિસેમ્બરના રોજ ફેરફાર કરવામાં આવ્યો છે. ચામુંડા ડુંગર પર પર્વતારોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થવાને કારણે આ દિવસે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિરમાં પ્રવેશ બંધ રહેશે.

સવારે ૧૦ વાગ્યા પછી ભક્તો રાબેતા મુજબ માતાજીના દર્શન કરી શકશે. આ સ્પર્ધામાં ૧૪ થી ૧૮ વર્ષના કુલ ૩૭૧ સ્પર્ધકોએ ભાગ લેવા નોંધણી કરાવી છે, જેમાં ૨૫૩ યુવકો અને ૧૧૮ યુવતીઓનો સમાવેશ થાય છે.
આ વર્ષે સ્પર્ધાના ઇનામી માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. અગાઉ ૧ થી ૧૦ ક્રમાંક મેળવનાર વિજેતાઓને રોકડ ઇનામ મળતા હતા, જ્યારે હવે ભાઈઓ અને બહેનોમાં ૧ થી ૨૫ નંબર પર આવનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને શીલ્ડથી સન્માનિત કરાશે. જેના કારણે ઇનામી રકમમાં વધારો થશે.
આ ઉપરાંત, ચોટીલા પર્વતારોહણ સ્પર્ધાના પ્રથમ ૧૦ વિજેતાઓને આગામી સમયમાં જૂનાગઢ ખાતે યોજાનારી જાણીતી આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધી એન્ટ્રી મળશે, જે યુવા સ્પર્ધકો માટે એક મોટી તક પૂરી પાડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
