IND vs PAK: ભારતની જીત બાદ બલુચિસ્તાનમાં જશ્નનો માહોલ, વીડિયો વાયરલ
T20 વર્લ્ડ કપ 2026માં ભારતે પાકિસ્તાનને કોલંબોના મેદાન પર કારમી હાર આપી છે. ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીત બાદ ભારત સહિત વિશ્વના અનેક ખૂણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ જીતની સૌથી ચોંકાવનારી ઉજવણી પાકિસ્તાનના બલોચિસ્તાન પ્રાંતમાંથી સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બલોચ લોકો રસ્તાઓ પર ઉતરીને ભારતની જીતની ઉજવણી કરી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં બલોચ યુવાનો પરંપરાગત નૃત્ય કરતા અને આનંદ મનાવતા સ્પષ્ટ જોઈ શકાય છે. પાકિસ્તાનની હાર પર બલોચિસ્તાનમાં થયેલી આ ઉજવણીએ સોશિયલ મીડિયા યુઝર્સને ભારે આશ્ચર્યમાં મૂકી દીધા છે.
ક્રિકેટ પ્રેમીઓ આ દ્રશ્યો જોઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, જેમાં પ્રેમની કોઈ સીમા નથી તેમ જણાવાયું છે. કેટલાક લોકો તેને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની નિષ્ફળતા અને ખેલાડીઓ માટે મોટો બોધપાઠ ગણાવી રહ્યા છે.
બલોચિસ્તાનના લોકોનો ભારત તરફનો ઝુકાવ અને પાકિસ્તાન પ્રત્યેનો આક્રોશ આ ઉજવણીનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અફઘાનિસ્તાનની જેમ બલોચ પ્રજા પણ ભારત પ્રત્યે વિશેષ સ્નેહ અને સમર્થન ધરાવતી જોવા મળી છે.
Baloch in Pakistan celebrate India thrashing Pakistan at the T20 World Cup. pic.twitter.com/SK2HiJK5Jx
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 15, 2026
કોલંબોમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 175 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જેની સામે પાકિસ્તાની ટીમ માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને મેચ ગુમાવી દીધી હતી.
ભારત સામે 61 રનથી મળેલી આ શરમજનક હારથી પાકિસ્તાની ચાહકો ભારે નિરાશ અને આઘાતમાં જોવા મળ્યા હતા. બીજી તરફ બલોચિસ્તાનના ઉજવણીના વીડિયોએ પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાઓ જગાવી દીધી છે.












Click it and Unblock the Notifications
