નવા વર્ષે ઠંડીનું જોર ઘટશે, હવામાન વિભાગની કમોસમી વરસાદની પણ આગાહી
હાલ સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત, સૂકું હવામાન અનુભવાઈ રહ્યું છે અને ક્યાંય વરસાદની ખાસ કોઈ આગાહી નથી. પૂર્વથી દક્ષિણપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે.
આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જોકે ત્યારબાદના બે દિવસમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડીમાં કામચલાઉ ઘટાડો થશે. જો કે, 10 જાન્યુઆરીથી પવનની ગતિ વધવા સાથે ઠંડીનું જોર ફરી વધવાની શક્યતા છે. ઉત્તરાયણ દરમિયાન પણ ઠંડી સાથે પવન ફૂંકાશે અને કચ્છ તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડા પવનોનો અનુભવ થશે.
હવામાન વિભાગે ઉત્તર ભારતમાં મહત્વપૂર્ણ આગાહી કરી છે: 30-31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ચંદીગઢ અને રાજસ્થાનમાં હળવો વરસાદ પડી શકે છે.
દિલ્હી-એનસીઆર જેવા પ્રદૂષણગ્રસ્ત વિસ્તારો માટે આ વરસાદ લાઈફ લાઈન બની રહેશે, જે પ્રદૂષણમાંથી રાહત માટેની અંતિમ આશા છે. 1 જાન્યુઆરીએ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ માવઠાની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગ અનુસાર, 29 થી 31 ડિસેમ્બર અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસર ગુજરાતના કેટલાક ભાગો પર થઈ શકે છે અને હવામાનમાં પલટો આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનોની શક્યતાને કારણે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી વધશે.
હવામાન વિભાગે ગુજરાત માટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાન્યુઆરી માસ ઠંડો રહેશે. 11 જાન્યુઆરીથી ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે અને 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રુજાવતી શીત લહેરનો અનુભવ થશે. આગામી દિવસોમાં પવનની દિશા બદલાશે અને વાતાવરણમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે, એમ હવામાન વિભાગે જણાવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
