મર્યાદામાં રહેજો, હજુ તો ફાયરિંગ જ કર્યું છે, રોકેટ તો હજુ બાકી છે: અપક્ષ ઉમેદવાર માવજી પટેલ
બનાસકાંઠા:બનાસકાંઠાની વાવની પેટાચૂંટણીમાં રાજકીય માહોલ જામ્યો છે. ત્રિ-પાંખિયા જંગમાં રસાકસી જોવા મળી રહીછે. ત્યારે બળવાખોર ઉમેદવાર માવજી પટેલ પણ નમતુ જોખવા માંગતા નથી. એક બાજુ વિધાનસભાના અધ્યક્ષ અને માવજી પટેલ સામ-સામે આરોપ પ્રત્યારોપ લાગવી રહ્યા છે. જેના કારણે પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે અને હવે આ ત્રિપાંખિયા જંગમાં કોણ જીતશે તે કહેવુ મુશ્કેલ છે.
આ રાજકીય પરિસ્થિતિની વચ્ચે માવજી પટેલે શંકર ચૌધરીને ચિમકી આપી છે કે, ચિમકી આપતા માવજી પટેલે કહ્યું છે કે, મર્યાદામાં રહેજો, ચૂંટણી મેદાને ઉતર્યો છું, હજુ તો ફાયરિંગ કર્યું છે. રોકેટ તો હજુ બાકી જ છે.
કોણ જીતશે તેના પર સૌની નજર
માવજી પટેલના આ ચિમકી ભર્યા નિવેદનને કારણે હવે ચૂંટણી બરાબરની જામશે અને આગામી દિવસોમાં સમાજ કોને સાથ આપશે તેનું આકલન કરવુ મુશ્કેલ છે. આ પ્રકારના વાકયુદ્ધને કારણે હાલ પેટાચૂંટણીમાં કોણ જીતશે? તેના પર લોકોનું વધુ ધ્યાન છે. રાજકીય પંડિતો પણ હાલ કહી રહ્યા છે કે, કોણ જીતશે તે કહેવુ મુશ્કેલ છે?
શંકર ચૌધરીએ શું કર્યો હતો આક્ષેપ?
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની વાત કરીએ તો, શંકર ચૌધરીએ માવજી પટેલ પર આક્ષેપ કરતા કહ્યું હું કે, તેઓ ચૌધરી સમાજના મતને તોડવા માંગે છે. માત્ર મિટિંગો કરીને સમાજના મતોને તોડવા માવજી પટેલ નીકળ્યા છે. શંકર ચૌધરીએ માવજી પટેલ પર વધુ આક્ષેપ કરતા કહ્યું હતુ કે, માવજી પટેલ કોંગ્રેસ સાથે મળીને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

શંકર ચૌધરીને ખુલ્લી ચેલેન્જ
જોકે, શંકર ચૌધરીના આક્ષેપનો જવાબ આપતા માવજી પટેલે ચેલેન્જ ફેંકી હતી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને જણાવ્યું હતુ કે,જો મેં પૈસા લીધા હોય તો શામળીયા ધામમાં સોગંદ ખાવા આવી જાઓ.
'આખી ભાજપ મારી પાછળ પડી છે'
વાવની પેટાચૂંટણીમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવનાર અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ભાજપને પણ આડેહાથે લીધી હતી અને ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મને હરાવવા માટે આખી ભાજપ સરકાર વાવમાં ઉતરી પડી હોય તેવુ લાગી રહ્યું છે.
જનતા હાલ જવાબ માંગી રહી છે
વધુમાં ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, હું ભાજપની મહેરબાની પર જીવતો નથી પણ જો તમે વિકાસના કામો કર્યા હોત તો વાવ છોડીને થરાદ બેઠક પર કેમ ગયા?આનો જવાબ હાલ જનતા માંગી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
