મનરેગા યોજના અંતર્ગત રાજ્યના શ્રમિકોના દૈનિક વેતનદર માં વધારો કરાયો જાણો :નવો દૈનિક વેતન દર
ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, શ્રમિકોનો આર્થિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રીએ મનરેગા સંદર્ભે માહિતી આપતાં ઉમેર્યું કે, ગ્રામ્યકક્ષાએ શ્રમિકોને વધુ વેતન મળે અને તેઓના જીવન ધોરણમાં સુધારો આવે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં શ્રમિકોના વેતનદરમાં વધારો કરવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ ગ્રામ કક્ષાએ બિનકુશળ શ્રમિકોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગુજરાત માટે દૈનિક વેતન દર રૂ.૨૩૯/- થી વધારી ને રૂ.૨૫૬/- કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦.૧૮ લાખ કુટુંબોએ ૪૫૮.૯૨ લાખ માનવદિનની રોજગારી મેળવી છે.

મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે જણાવતાં કહ્યું કે, કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ- ૨૦૨૨-૨૩ અંતર્ગત ૧,૪૪,૩૮૨ આવાસો મંજૂર કરાયા છે. મંત્રીએ વધુ વિગતો આપતા કાહ્યું કે, વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં કુલ ૪,૦૨,૮૨૪ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે.
મંત્રી પટેલે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રૂા. ૧ લાખ ૨૦ હજાર ની સહાય આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો મંજૂરીના સમયે આપવામાં આવે છે. ત્યારબાદ મકાનના પાયા, પ્લીન્થ, લીંટલ, છત અને પૂર્ણતાના આધારે બીજો હપ્તો અને ત્રીજો હપ્તો ચુકવવામાં આવતો હોય છે. હાલમાં પ્રથમ હપ્તા તરીકે ૩૦ હજાર આવાસ મંજૂર થયેથી, બીજા હપ્તા તરીકે ૫૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી, ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૪૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવામાં આવે છે.
મંત્રીએ વધુમાં માહિતી આપતા કહ્યું કે, બાકી રહેલ તમામ આવાસો સમય મયાદામાં પૂર્ણ થાય અને જરૂરી ખર્ચ પણ ઝડપથી થાય જેથી કરીને બીજા અને ત્રીજા હપ્તાની રકમમાં ફેરફાર કરી બીજો હપ્તો રૂા. ૮૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી અને ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૧૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવા અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરતા તેમણે ગુજરાતની રજૂઆતને ગ્રાહય રાખી છે.
જેથી આવાસની મંજૂરી સમયે પ્રથમ હપ્તો ૩૦ હજાર, બીજો હપ્તો રૂા. ૮૦ હજાર પ્લીન્થ લેવલ સુધી બાંધકામ થયેથી અને ત્રીજો અને આખરી હપ્તો રૂા. ૧૦ હજાર આવાસ પૂર્ણ થયેથી ચુકવવામાં આવશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
