વિકાસ વોટબેંકનું રાજકારણ ખતમ કરી દેશે: નરેન્દ્ર મોદી
ગાંધીનગર, 4 એપ્રિલ: રાજકિય 'રંગભૂમિ' જીતવા માટે વિકાસના દાવ અજમાવનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજકાલ એકદમ ઉત્સાહિત જોવા મળે છે. હવે નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જો યોગ્ય રીતે વિકાસ થાય તો દેશમાં વોટબેંકનું રાજકરણ ખતમ થઇ શકે છે.
નરેન્દ્ર મોદીએ દેશમાં સમગ્ર વિકાસ પર જોર નાખતાં વોટોનું રાજકારણ ખતમ કરવાની વાત કહી હતી. તેમને વિભિન્ન અલ્પસંખ્યક સમુદાયોના પ્રતિનિધીઓ સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી હતી.
નરેન્દ મોદીએ અલ્પસંખ્યક સમુદાયોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને ગુજરાતમાં હેડ્રિક ફટકારવા બદલ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન કહ્યું હતું કે જાતિ અને સમુદાયથી ઉપર સમાજના બધા લોકો વિકાસ સાથે સંકળાયેલા છે.

ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની ટીમમાં સ્થાન મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીના ઇચ્છાઓ વધતી જાય છે. રાજકીય પંડિતોનું માનવું છે કે ભાજપ મોડા-વહેલાં નરેન્દ્ર મોદીને લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરશે. એવા સમયે જરૂરી છે કે અપનાવેલા વિકાસના મંત્રનો જાપ કરવાનો અને દેશની જટિલ સમસ્યા પર ટીકા-ટિપ્પણી જરૂર કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખતાં ભારતીય જનતા પાર્ટીની નવી ટીમનું એલાન થઇ ગયું છે. વડાપ્રધાન પદ માટે પાર્ટીના પ્રબળ દાવેદાર માનવામાં આવતાં નરેન્દ્ર મોદીની 6 વર્ષ બાદ પાર્ટીના સંસદીય બોર્ડ સમિતિમાં પુનરાગમન થયું છે, જો કે દેશની સમસ્યાઓને જોતાં નમો મંત્ર કેટલો સફળ નિવડે છે તે તો આગામી સમય બતાવશે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
