રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજભવન પરિસરમાં મહર્ષિ દયાનંદ સભામંડપનું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજભવન પરિસરમાં મહર્ષિ દયાનંદ સભામંડપનું લોકાર્પણ કર્યું હતું. રાષ્ટ્રના ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની સાંજે રાજભવનમાં આયોજિત 'એટ હૉમ'-સ્નેહમિલન સમારોહના આરંભે બંને મહાનુભાવોએ તકતીનું અનાવરણ કરીને મહર્ષિ દયાનંદ સભામંડપનું લોકાર્પણ કર્યું હતું.

આ પૂર્વે આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર મતી દર્શના દેવીજીએ મહર્ષિ દયાનંદ સભામંડપમાં હવન કર્યો હતો. પવિત્ર હવનની પૂર્ણાહુતિ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંગલ કામના કરતાં કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સભામંડપ સદૈવ રાષ્ટ્ર નિર્માણ માટે, લોક કલ્યાણ માટે અને માનવતાના હિત માટે ઉપયોગમાં આવતો રહે. આ સભામંડપ રાજભવન માટે સદાય સુખદાયી અને ગુજરાત પ્રદેશ માટે કલ્યાણકારી બની રહે આવી શુભકામનાઓ સાથે તેમણે પવિત્ર હવન સંપન્ન કર્યો હતો.
ગુજરાતના ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ ધર્મ, શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રભરમાં મહર્ષિ દયાનંદજીની ૨૦૦ મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના મહાન સપૂત મહર્ષિ દયાનંદજીના સન્માનમાં આ સભામંડપનું નામ 'મહર્ષિ દયાનંદ સભામંડપ' રાખવામાં આવ્યું છે.
મહર્ષિદ દયાનંદ સભામંડપના લોકાર્પણ પ્રસંગે લેડી ગવર્નર મતી દર્શના દેવીજી અને મતી હેતલબેન ભુપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય સચિવ રાજકુમાર પણ સાથે જોડાયા હતા. રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
