કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને પૂનમબેન માડમના હસ્તે ધુળસીયામાં કોઝ- વે અને ધુતારપરમાં માઈનોર બ્રિજનું લોકાર્પણ
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર તાલુકાના ધુળસીયા ગામે રૂ. 1.22 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કોઝ- વે અને ધુતારપર ગામમાં રૂ. 87.89 લાખના ખર્ચે નિર્માણ પામેલા માઈનોર બ્રિજ/ સ્લેબ ડ્રેઈનના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જામનગર તાલુકામાં આવેલા ધુળસીયા ગામમાં 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ 295 મીટર લંબાઈનો પાકો કોઝ- વે નિર્માણ પામ્યો છે. તેમજ ધુતારપર- સુમરી- પીઠડીયા- ખારાવેઢા- અમરાપર ગામોને જોડતા રસ્તા પર 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ બંને બાજુ પર 10 મીટરના 1 ગાળાના પાકા માઈનોર બ્રિજ/ સ્લેબ ડ્રેઈનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત વિકાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર ગામડાંના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. 'સાથ, સેવા અને સહકાર' ના આ 3 માપદંડો સાથે જામનગરમાં અવિરત વિકાસ થઈ રહ્યો છે. પાકા બ્રિજ અને કોઝ- વેનું નિર્માણ થવાથી આજુબાજુના ગામોના લોકોને ચોમાસાની ઋતુ દરમિયાન અવર- જવર કરવામાં સમસ્યા રહેશે નહીં.
ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, ગ્રામ સરપંચ ગીતાબેન ફાચરા, આગેવાન સર્વેશ્રીઓ મુકુંદભાઈ સભાયા, રમેશભાઈ મુંગરા, ભરતભાઈ બોરસદીયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે. બી. છૈયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
