વર્ષ ૨૦૨૨-૨૩ માં ૩.૦૮ લાખ મહિલાઓ અને ૧,૨૨૩ પુરુષોએ નસબંધીનું ઓપરેશન કરાવ્યું
૧૧ મી જુલાઇ સમગ્ર વિશ્વમાં "વિશ્વ વસ્તી દિવસ" ઉજવાય છે. ગુજરાત રાજ્યમાં વસ્તી નિયંત્રણ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. વસ્તી નિયંત્રણ માટે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૨.૧ ટકા પ્રજનન દર ના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ ૨૦૨૦ માં જ ૧.૯ ટકાનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5ના આંકડા આ સિધ્ધી દર્શાવે છે.

જેના માટે લાંબા સમયથી ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ નિયોજન ક્ષેત્રે કરવામાં આવી રહેલી શ્રેષ્ઠત્તમ કામગીરીનું આ પરિણામ છે. સામાન્ય પણે બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે સ્ત્રીઓમાં પ્રસુતિ બાદ કોપર ટી મૂકવામાં આવે છે.
વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને કુલ ૬.૬૪ લાખ જેટલી બહેનોએ કુટુંબ નિયોજન માટે કોપર ટી મૂકાવી છે. તેમાં પણ સરકારી હોસ્પિટલમાં થયેલ પ્રસૂતિમાંથી કુલ ૪ લાખ જેટલી બહેનોએ PPIUCD(પોસ્ટ પાર્ટમ ઇન્ટ્રા યુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇઝ) પ્રસૂતિ બાદના ૪૨ દિવસમાં જ કોપર ટી મૂકાવી છે.
વધુમાં કુટુંબ નિયોજન સ્ત્રી વ્યંધિકરણ માટે કરવામાં આવતા ઓપરેશનમાં પણ રાજ્યમાં કુલ ૩,૦૮,૯૭૬ બહેનોએ સ્ટરીલાઇઝેશન ઓપરેશન અને ૧,૨૨૩ પુરુષોએ નસબંધી કરાવી છે.
રાજ્યમાં વસ્તી નિયંત્રણ માટે વધુમાં વધુ જાગૃકતા કેળવાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ૨૭ જુનથી ૧૦ મી જુલાઇ દરમિયાન દંપતિ સંપર્ક પખવાડિયુ ઉજવાયું હતું. હવે ૧૧ જુલાઇ થી ૨૪ જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
