અમદાવાદ PI અનંત પટેલની ધરપકડ, બીટકોઈન કેસમાં ગુનો નોંધાયા બાદ ફરાર હતા
12 કરોડની કિંમતના બિટકોઈન લઈ નાસી છૂટેલા થયેલા અમરેલીના પોલીસ ઈન્સ્પેકટર અનંત પટેલ અને તેમના ભાગેડુ સાથીઓને ગુજરાતની સીઆઈડી ક્રાઈમ પકડી શકી નથી.
12 કરોડની કિંમતના બિટકોઈન લઈ નાસી છૂટેલા થયેલા અમરેલીના પોલીસ ઈન્સ્પેકટર અનંત પટેલ અને તેમના ભાગેડુ સાથીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અડાલજ નજીકથી કરી ધરપકડ. જયારે અમરેલી જિલ્લા ડીએસપી જગદીશ પટેલ ફરી વખત રજા ઉપર ઉતરી જતા આવી રહેલા તોફાનના એંધાણ મળી રહ્યા છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા હમણા સુધી આ મામલે માત્ર ત્રણ જ ધરપકડ કરી છે જેમાં બે પોલીસવાળા અને સુરતના વકીલનો સમાવેશ થાય છે. ત્રણે આરોપીઓના રીમાન્ડ પુરા થતા તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

12 કરોડની કિંમતના બિટકોઈન કેસમાં સમગ્ર ઘટનાથી વાકેફ અને સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને ગાંધીનગરથી ઉપાડી કેશવ ફાર્મમાં લઈ જવા અને ત્યાર બાદ તેમની પાસેથી પડાવી લેવામાં આવેલા બિટકોઈનનું મુંબઈમાં રોકડમાં રૂપાંતરણ કરાવી લેવા સુધીની ઘટનામાં સામેલ અમરેલીના ડીએસપી જગદીશ પટેલ આરોપીઓની પહેલી યાદીમાં નથી, કારણ તેમણે આખી યોજનામાં શારિરીક રીતે પોતાની હાજરી બનાવના કોઈ સ્થળે બતાવી નથી પરંતુ સીઆઈડી ક્રાઈમ દ્વારા પકડવામાં આવેલા વકીલ કેતન પટેલ ઉર્ફે ભંડેરી સાથેજ જગદીશ પટેલ સંપર્કમા હતા કેતન પટેલ સુરતના શ્રીમંતોની માહિતી વિવિધ એજન્સીઓને પૂરી પાડી વચેટીયાનું કામ કરતો હતો અને તેણે જગદીશ પટેલને માહિતી આપી હતી કે જો શૈલેષ ભટ્ટને ઉપાડવામાં આવે તો દલ્લો મળે તેમ છે.
પરંતુ હવે પગ તળે રેલો આવતા જગદીશ પટેલે ઈન્સ્પેકટર અનંત પટેલ અને પોલીસ કર્મીઓને હાથ છોડી દીધો છે. હવે નભાગ ખાય ભગલો અને માર ખાય રઘલો જેવી સ્થિતિ થઈ છે. કેતન ભંડેરી અને જગદીશ પટેલની યોજના પ્રમાણે શૈલેષ ભટ્ટ પાસેથી મળેલા પૈસામાં બધાએ ભાગ પાડયા પણ હવે ગુનો નોંધાયા પછી જગદીશ પટેલ નમારે કેસ સાથે કોઈ લેવા દેવા નથીથ તેવુ કહી રહ્યા છે.
બીજી તરફ જગદીશ પટેલ એક પૂર્વ મુખ્યમંત્રીના પુત્રની મદદ લઈ કેસને રફેદફે કરવા માટે મેદાનમાં ઉતર્યા છે. પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ડીએસપી જગદીશ પટેલ વતી કેસમા સમાધાન થાય તેવા પ્રયાસો કરી રહ્યા હોવાની જાણકારી મળી છે. જો કે પૂર્વ મુખ્યમંત્રીના પુત્રને આ કેસમાં સમાધાન થઈ જાય તેમાં કયા પ્રકારનો રસ છે તેની જાણકારી મળી નથી. પરંતુ સુત્રોની જાણકારી પ્રમાણે દ્વારકામાં તૈયાર થઈ રહેલા આ નેતાના પુત્રના રીસોર્ટમાં જગદીશ પટેલની ભાગીદારી હોવાની ચર્ચા છે.
સમાધાન થાય તો પણ મહત્વની વાત એ છે કે આ કેસમાં સરકાર પક્ષે પણ ગુનો નોંધાયો છે જેમાં ડીવાયએસપી શૈલેષ રઘુવંશી હવે ફરીયાદી બન્યા છે તેવા કિસ્સામાં આ કેસમાં ભોગ બનનાર શૈલેશ ભટ્ટના બિટકોઈન કેવી રીતે ગયા તે શોધવામાં સીઆઈડી નિષ્ફળ જાય તો પણ શૈલેષનુ અપહરણ થયું. ગોંધી રાખ્યા અને માર મારી ખંડણીની માંગણી થઈ તે વાત ફલીત થઈ ગઈ છે. આમ નેતાના પુત્રની સમાધાનની ફોર્મ્યુલા કારગર નિવડે તેમ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
