કોરોનાની બીજી લહેરમાંથી બહાર નિકળનાર ગુજરાત પહેલું રાજ્ય હશેઃ વિજય રૂપાણી
કોરોનાની બીજી લહેરમાંથી બહાર નિકળનાર ગુજરાત પહેલું રાજ્ય હશેઃ વિજય રૂપાણી
રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાવાયરસની બીજી લહેરમાંથી બહાર નિકળનાર ગુજરાત પહેલું રાજ્ય હશે. તેમણે કહ્યું કે કોરોનાવાયરસ મહામારીને કંટ્રોલમાં લેવા માટે યોગ્ય દિશામાં યોગ્ય પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા વડોદરા જિલ્લાને ચાર ઑક્સિજન પ્લાન્ટ સમર્પિત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં કોરોના દર્દીઓનો ડિસ્ચાર્જ રેટ વધવા લાગ્યો છે અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે. "અમે એક એવી વ્યવસ્થા ઉભી કરી છે કે કોઈપણ દર્દીઓ ઑક્સિજનના કારણે પોતાનો જીવ ગુમાવવો નહિ પડે." વધુમાં તેમણે કહ્યું કે, "અમે હોસ્પિટલ્સને અવિરત ઑક્સિજન સપ્લાઈ કરી રહ્યા છે."
આ ઉપરાંત વિજય રૂપાણીએ સાણંદ તાલુકાના ચેખલા ગામમાં 'મારું ગામ, કોરોના મૂક્ત ગામ' કેમ્પેન અંતર્ગત બનાવવામાં આવેલ કોમ્યૂનિટી કોવિડ કેર સેન્ટરની પણ મુલાકાત લીધી. ગ્રામજનો સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું કે, બીજી લહેર ખુબ તીવ્ર છે, ઝડપી ફેલાઈ રહી છે અને જીવલેણ છે. તે ઘણીવાર આખા પરિવારને અસર કરે છે. ત્યારે આપણે બધાએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. મીડિયા સાથે વાત કરતાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં દરરોજ 1.40 લાખ ટેસ્ટિંગ થઈ રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
