ગુજરાતમાં જ્ઞાતિ સમીકરણો ઉકેલી રહી છે કોંગ્રેસ, ઓબીસી અને પાટીદાર સમાજ પર દાવ લગાવશે!
ગુજરાતમાં કોંગ્રેસે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મળીને પાટીદાર નેતા હાર્દિક પટેલને જવબ આપવાની તૈયારી કરી છે.
ગુજરાતમાં કોંગ્રેસે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મળીને પાટીદાર નેતા હાર્દિક પટેલને જવબ આપવાની તૈયારી કરી છે. રાજ્યના પ્રભારી રઘુ શર્મા તાજેતરમાં નરેશભાઈને મળ્યા હતા અને તેમને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયથી માહિતગાર કર્યા હતા. હવે નરેશ પટેલે નિર્ણય લેવાનો છે. કોંગ્રેસ તેને જીતની ફોર્મ્યુલા માની રહી છે. કોંગ્રેસની ઉદયપુર ચિંતન શિબિર બાદ ગુજરાતમાં કંઈ બદલાયુ નથી. પરંતુ પક્ષના ભૂતકાળના કાર્યક્રમોની સમીક્ષા કરવા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ ઓબીસી, દલિત, પાટીદાર અને લઘુમતી સમુદાય પર દાવ રમશે. આ વ્યૂહરચના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના ખામ (ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ) સિદ્ધાંત જેવી છે. આ સમીકરણ દ્વારા 1985માં કોંગ્રેસે રેકોર્ડ 149 બેઠકો જીતી હતી.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપનાર હાર્દિક પટેલનું કહેવું છે કે આ રેકોર્ડ જીત 1984માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાના કારણે સહાનુભૂતિની લહેરથી મળી હતી. તે પછીની આગામી ચૂંટણીમાં ખામ થિયરીનો પરાજય થયો હતો. પાટીદાર આંદોલનમાં હાર્દિકના ભાગીદાર અને નરેશ પટેલના નજીકના સાથી દિનેશ બામણિયાનું માનવું છે કે નરેશભાઈ કોંગ્રેસમાંથી રાજકીય સફર શરૂ કરશે, નહીં તો તેઓ રાજકારણથી દૂર રહેશે. નરેશ પટેલ ખોડલધામની જવાબદારીના કારણે નિર્ણય લઈ શકતા નથી. હાલમાં સિંગાપોરના પ્રવાસે છે. તેઓ સોમવારે પરત ફર્યા બાદ આ અંગે જાહેરાત કરી શકે છે.
કોંગ્રેસે ઉદયપુર ચિંતન શિબિર બાદ એક સમિતિની રચના કરી છે, જે પાર્ટીના ભૂતકાળના કાર્યક્રમો પર સમીક્ષા અહેવાલ તૈયાર કરશે. પાર્ટી આ રિપોર્ટના આધારે ટિકિટ પણ નક્કી કરશે, ધારાસભ્યો અને પદાધિકારીઓમાં કોણ સક્રિય છે અને કોણ નથી. ઈન્ચાર્જ ડો.રઘુ શર્મા કહે છે કે ચિંતન શિબિરના નિર્ણયો ટૂંક સમયમાં ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. કોંગ્રેસમાં મોટો ફેરફાર જોવા મળશે. નરેશ પટેલ અંગે તેમણે કહ્યું હતું કે પક્ષમાં જોડાવું કે નહીં તે તેમણે નક્કી કરવાનું છે. એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં બંનેએ મળીને કોંગ્રેસ હાઈકમાન્ડની દરખાસ્ત નરેશભાઈ સમક્ષ રજૂ કરી છે, જેમાં તેમને ચૂંટણી પ્રચારનો ચહેરો બનાવવામાં આવે તેવી શક્યતા છે. ગત ચૂંટણીમાં આ પદ પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નજર હતી. તાજેતરમાં હાર્દિક પટેલ પણ કેટલીક આવી જ જવાબદારી માટે દબાણ કરી રહ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
