Gujarat Election: 'હિંદુ 1 વાર લગ્ન કરે છે તો બાકી ધર્મના લોકોએ પણ 1 જ વાર લગ્ન કરવા પડશે', ગુજરાતમાં આસામના C
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધિત કરતી વખતે કહ્યુ કે હિંદુ 1 વાર લગ્ન કરે છે તો બાકી ધર્મના લોકોએ પણ 1 જ વાર લગ્ન કરવા પડશે.
Himanta Biswa Sarma in Gujarat: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શ્રદ્ધા વૉકર હત્યાકાંડના પડઘા પડી રહ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધિત કરતી વખતે શ્રદ્ધા હત્યા કાંડ, યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવ્યો. વળી, તેમણે કહ્યુ કે હિંદુ એક લગ્ન કરે છે, તો બીજા ધર્મના લોકોએ પણ એક જ લગ્ન કરવા પડશે.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ધનસૂરામાં જનસભાને સંબોધિત કરીને કહ્યુ કે એક વ્યક્તિ દેશમાં 2-3 લગ્ન કરી લે છે, તમે કરશો આટલા લગ્ન. દેશમાં જો હિંદુ 1 લગ્ન કરે છે તો બાકી ધર્મના લોકોએ પણ 1 જ લગ્ન કરવા પડશે. માટે હું કહુ છુ કે દેશને સમાન નાગરિક સંહિતા કાયદો જોઈએ. તેમણે આગળ કહ્યુ કે મહિલાઓનુ સન્માન કરવુ જોઈએ. જો ઘરમાં 1 પુત્ર અને 1 પુત્રી હોય તો બંનેને સમાન અધિકાર મળવો જોઈએ. દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે અને તે માત્ર ભાજપ લાવી શકે છે કોંગ્રેસ નહિ. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડની જેમ ભાજપે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં પાર્ટીના મેનિફેસ્ટોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કરી છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કા હેઠળ 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કાનુ મતદાન 5 ડિસેમ્બરે થશે. જેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં મતદાન પહેલા ભાજપે પ્રચાર માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
