મોદીના 'ડિઝીટલ ઇન્ડિયા'ના સંકલ્પને સાકાર કરવા ચંદા કોચર ગુજરાતમાં
ગાંધીનગર 31 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ડિઝીટલ ઇન્ડિયા'ના સંકલ્પને સાકાર કરવાના અભિયાનમાં જોડાવા માટે આઇસીઆઇસીઆઇના સીઇઓ ચંદા કોચરે ગુજરાતની મુલાકાત લીધી. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની આઇસીઆઇસીઆઇ બેન્કના ચેરમેન - મેનેજિંગ ડીરેક્ટર ચંદા કોચરે મંગળવારે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. કોચરે મુલાકાતમાં જણાવ્યું કે તેમની બેન્કે આકોદરા ગામના વિકાસ માટે દત્તક લીધું છે.
બેન્ક દ્વારા સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામને ડિઝીટલ વિલેજ પાયલોટ પ્રોજેક્ટ અન્વયે દત્તક લેવામાં આવ્યું છે. તે સંદર્ભમાં વડાપ્રધાનના ડિઝીટલ ઇન્ડિયા સંકલ્પને સાકાર કરવા ગામમાં નેટબેન્કીંગ, વાઇ-ફાઇ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ અંગે તેમણે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આકોદરા ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના મુખ્યમંત્રીપદના ગુજરાતના કાર્યકાળ દરમિયાન દેશની સૌ પ્રથમ "એનિમલ હોસ્ટેલ'' નો પ્રારંભ કરાવ્યો હતો.
આ ગામમાં હવે બેન્કે ડિઝીટલ વિલેજનો પાયલોટ પ્રોજેક્ટ જિલ્લા પ્રશાસનના સહયોગમાં શરૂ કર્યો છે. મુખ્યમંત્રીના અગ્રમુખ્યસચિવ કૈલાસનાથન તથા સચિવ અજય ભાદુ આ બેઠક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
