ગુજરાતમાં કેજરીવાલની ગર્જના, કહ્યું-હું ગુંડાગર્દી નથી કરતો, ગુંડાગર્દી જોઈતી હો તો બીજેપીને મત આપો.

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવા માટે સતત બીજેપી પર તીખા પ્રહારો કરી રહી છે.

ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવા માટે સતત બીજેપી પર તીખા પ્રહારો કરી રહી છે. આ ક્રમમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેઓએ બીજેપીને આડેહાથ લીધી હતી. કેજરીવાલે લોકોને સંબોધતા કહ્યું કે, તેઓએ કહ્યું કે હું ગુંડાગર્દી નથી કરતો, જો ગુંડાગર્દી જોઈએ તો એને મત આપો.

arvind kejriwal

કેજરીવાલે આગળ કહ્યું કે, હું અહીં લોકોને એક જ વિનંતી કરવા આવ્યો છું. મને રાજકારણ કેવી રીતે કરવું તે આવડતું નથી, હું માત્ર બાળકોના શિક્ષણ અને વીજળી સિસ્ટમ જેવા મુદ્દાઓ પર કેવી રીતે કામ કરવું તે જાણું છું. હું ગુંડાગીરી કેવી રીતે કરવી તે જાણતો નથી, હું પ્રમાણિક અને શિષ્ટ માણસ છું. તેમણે વધુમાં કહ્યું કે, જો તમારે ગુંડાગીરી જોઈતી હોય તો તેમને મત આપો.

શરૂઆતથી જ કેજરીવાલ ગુજરાતમાં બીજેપીને મજબુત ટક્કર આપી રહ્યા છે ત્યારે તેઓએ કહ્યું કે, આ લોકો 27 વર્ષથી ગુંડાગીરી કરી રહ્યા છે, જો તમારે ગાળાગાળી, ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી જોઈતી હોય તો તેમની પાસે જાવ. તમારે વીજળી, પાણી, શાળા અને શિક્ષણ જોઈતું હોય તો મારી પાસે આવો, હું આપીશ. કેજરીવાલે આગળ કહ્યું કે, જો હું મારા દ્વારા કરવામાં આવેલા વાયદા પૂરા નહીં કરું તો 5 વર્ષ પછી વોટ માંગવા નહીં આવું.

અહીં તમને જણાવી ગઈએ કે, આ પહેલા કેજરીવાલે મોરબીમાં બીજેપી પર પ્રહારો કર્યા હતા અને ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને બીજેપી પર તીખો હુમલો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X