મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી તો પતિએ પત્નીને માર્યા બ્લેડના ઘા
સુરતઃ મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડતી પત્નીને પતિએ બ્લેડના ઘા મારી સિગારેટના ડામ આપ્યા હતાં. જેથી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચેલી પત્નીની વ્યથા સાંભળીને ડોક્ટરો પણ ચોંકી ગયા હતાં. પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, રીક્ષા ચલાવતા પતિએ તેના પોલીસ મિત્રોની જરૂરીયાત સંતોષવા માટે દબાણ કર્યુ હતું અને કહ્યું હતું કે, તું મારા પોલીસ મિત્રોની જરૂરીયાત પુરી નહીં કરે તો તેઓ મને કાઢી મુકશે. હાલ સમગ્ર પ્રકરણમાં ગુનો નોંધાતા ચોક બજાર પોલીસે યુવકને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

પાંચ મહિનાના લગ્ન જીવનમાં પતિએ પ્રકાશ્યું પોત
પીડિતાની માતા સુલતાનાબી મલેકે જણાવ્યું હતું કે, તેમની દીકરી સાયરાબાનુના (નામ બદલેલ છે) નિકાહ 5 મહિના અગાઉ રીક્ષા ચલાવતાં મોહમ્મદ વસીમ સાથે થયા હતા. વસીમે નિકાહના બે મહિના બાદ જ પત્ની સાયરાબાનુ સાથે છૂટા હાથની મારા મારી શરૂ કરી હતી. વસીમની આવી કરતૂતોને લઇ બેવાર તેઓ દીકરી સાયરાને પોતાના ઘરે લઇ આવ્યા હતા. જોકે, સમાજના અગ્રણી લોકોએ વચ્ચે પડી સમાધાન કરાવી લેતા વસીમ તેની પત્ની સાયરાબાનુને લઇ ગયો હતો. ત્રણ-ત્રણ વાર નિકાહ કરનાર વસીમના આવા કારનામાને લઇ પહેલી ત્રણેય પત્ની પણ ત્રાસીને ભાગી ગઇ હોવાની પાછળથી તેમને ખબર પડી હતી.
પતિના અમાનુષી ત્રાસથી દીકરીને લાવ્યાં પિયર
સુલતાનાબીએ વધુમાં ઉમેર્યુ હતું કે, છેલ્લા થોડા દિવસોથી વસીમ પત્ની સાયરાબાનુને કહેતો હતો કે, તું મારા પોલીસ મિત્રોની જરૂરીયાત પુરી નહીં કરે તો તેઓ મને કાઢી મુકશે. વસીમ બળજબરીથી પત્નીને બીજા સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જોકે, સાયરાબાનુ તેની વાતને નકારી દેતી હતી. જેથી તેણે અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધુ હતું.
ઘરમાં આવતા જ તે પત્ની સાથે મારઝૂડ કરતો, ગાળો આપતો, કોઇને કોઇ બહાને ઝગડો કરતો હતો. તેમ છતાં સાયરાબાનુ તેની વાત ન માનતાં આખરે તેણે શનિવારના રોજ પત્નીને ઢોરની જેમ પટ્ટા વડે ફટકારી હતી. ત્યારબાદ સિગારેટના ડામ આપ્યા હતા. જેનાથી તેનું મન ન ભરાતાં પત્નીના બન્ને હાથે બ્લેડના અસંખ્ય ઘા માર્યા હતા.
તબીબોએ શરૂ કરી સારવાર
સુરત સિવિલના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, સાયરાબાનુની પીઠ પર મારના નિશાન છે. તેમજ બંને હાથે બ્લેડના ઘા મરાયાના નિશાન સાથે હાથ પર સિગારેટના ડામના નિશાન, આંખ પર ઇજાના નિશાન પગ પર પણ મારના નિશાન મળી આવ્યા છે. કોઇ વ્યક્તિ આવું પણ કરી શકે તે સાંભળી આશ્ચર્ય થાય છે. જોકે, આ પોલીસ તપાસનો વિષય છે. હાલ સાયરાબાનુને સર્જીકલ વિભાગમાં સારવાર અપાઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
