સુરતની ગ્લેમરસ ઈન્ફ્લુએન્ઝર હની પટેલ આપમાં જોડાતા વિવાદ
સુરતની જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હની પટેલ આમ આદમી પાર્ટી (AAP) માં જોડાતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટના બાદ તરત જ સોશિયલ મીડિયા પર તેમના ગાંજા અને બિયર સંબંધિત વીડિયો વાયરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં હની પટેલને બિયરનો ગ્લાસ ભરતા અને વેપ (ઈ-સિગારેટ) કરતા જોઈ શકાય છે.
આ વિવાદ બાદ હની પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ મારો ભૂતકાળ છે, આજે હું આવું નથી કરતી. જો કે, ગાંજાના કેસમાં સંડોવાયેલા હોવા છતાં તેમના AAP માં જોડાવાથી ઘણા સવાલો ઊભા થયા છે. વીડિયો વાયરલ થયા બાદ હની પટેલે સામે આવીને પોતાના પતિ અને ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

તેમણે દાવો કર્યો કે તેમના વીડિયો તેમના પતિ અને ભાજપના નેતાઓએ જ વાયરલ કર્યા છે. હાઇબ્રિડ ગાંજાના કેસમાં તેમણે ભાજપના નેતા પ્રદીપ ભાખર પર તેમને ફસાવવાનો ગંભીર આરોપ મૂક્યો. હની પટેલે જણાવ્યું કે, જ્યારે હું બેંગકોકથી પાછી આવી ત્યારે મારા બેગમાં ગાંજો મૂકીને રાજકીય ષડયંત્ર કરવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, 19 કિલો 728 ગ્રામ ગાંજો મળ્યો હોવા છતાં પોલીસે રિમાન્ડ ન લીધી, જે રાજકીય હસ્તક્ષેપ સૂચવે છે. મારો પતિ પણ સાથે હતો, તેમ છતાં ફક્ત મને જ જેલમાં મોકલવામાં આવી. મારી ચાર્જશીટમાં મારા પતિની પણ સહી છે, છતાં તેમને કેમ છોડી દેવામાં આવ્યા? હની પટેલે ભારપૂર્વક કહ્યું કે, હું દારૂ કે ગાંજાનું સેવન કરતી નથી, અને આ બધું સાબિત કરી શકું છું.
સુરતની આ મોડેલે ભાજપના નેતા પ્રદીપ ભાખર અને અન્ય પર ગંભીર રાજકીય સેટિંગના આરોપ મૂક્યા. તેમણે સિંહની પજવણીના વીડિયોમાં પણ ભાજપના નેતાઓને શાસન સ્તરે બચાવવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદનોને કારણે રાજકીય માહોલમાં ભારે ચર્ચાઓ તેજ બની છે અને AAP પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
વાયરલ વીડિયો અંગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા હની પટેલે કહ્યું કે, "મારા ભૂતકાળ સાથે ભાજપનો ભૂતકાળ પણ જોવામાં આવે. હું આમ જનતાને એક અરીસો બતાવવા માંગુ છું. મારા આ વીડિયોથી કોઈ સમાજ કે પદાધિકારીના માન-સન્માનને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માંગુ છું."
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
