જાણો તમારા ઉમેદવારને: રાજુલાથી ભાજપના હિરાભાઈ સોલંકી
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજુલાની સીટ પરથી ભાજપના હિરાભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. હિરાભાઈ સોલંકી વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં રાજુલાની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે હિરાભાઈ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. તો હિરાભાઈ સોલંકી વિષે થોડુ જાણીએ. હિરાભાઈનો જન્મ 14 નવેમ્બર, 1964ના રોજ મુંબઇના અંધેરીમાં થયો હતો. હિરાભાઈના પિતાનું નામ ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી હતું. તેમણે અંગ્રેજી માધ્યમમાં 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 1998માં પહેલી વખત હિરાભાઈએ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

હિરાભાઈ સૌ પ્રથમ ભાજપના ઉમેદવાર તરીકે વર્ષ 1998માં રાજુલા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને 30,105 મતોથી જીત્યા હતા. એ બાદ થયેલી વર્ષ 2002, 2007 અને 2012ની ચૂંટણી પણ તેઆ આ સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આથી ભાજપે ફરી તેમને આ સીટ પરથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે અને રાજુલાની સીટ પર પોતાની પક્ડને મજબુત કરી છે. myneta.in પરથી મળતી માહિતી અનુસાર તેમને એક પુત્ર અને બે પુત્રી છે, તેમની પત્નીનું નામ શાન્તુબેન છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોતની વાત કરવામાં આવેતો તેમનું પોતાની માલિકીનું કેબલ નેટવર્ક, ટ્રાન્સપોર્ટ અને ખેતી છે. તેમની કુલ સંપત્તિ 35 કરોડની આસપાસ છે. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધીયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
