ગુજરાતમાં વરસાદના કારણે 19 ના મોત, 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં ભારે વરસાદના કારણે એક જ અઠવાડિયામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નીપજ્યા છે.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે એક જ અઠવાડિયામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નીપજ્યા છે. વળી, પાણીમાં ફસાઈ જવાને કારણે એક હજારથી વધુ લોકોને રાહત અને બચાવ કાર્ય દ્વારા સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા છે. 84 પાલતુ પ્રાણીઓ પણ વરસાદને કારણે મરી ગયા છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદે સૌથી વધુ તબાહી મચાવી છે. અહીં જનજીવન પૂરેપૂરુ ઠપ્પ થઈ ગયુ છે. સુરતમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન પર અસર થઈ છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના સ્થળોએ આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી
દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદે સૌથી વધુ તબાહી મચાવી છે. અહીં જનજીવન પૂરેપૂરુ ઠપ્પ થઈ ગયુ છે. સુરતમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન પર અસર થઈ છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના સ્થળોએ આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

નવસારીમાં બે ડઝન ગામોને અપાયુ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ગીર, સોમનાથ અને ભાવનગરમાં સતત વરસાદ થઈ રહ્યો છે. ઘણા ગામોમાં વરસાદના કારણે વીજળી નથી. એનડીઆરએફની 15 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આમાંથી ચાર દક્ષિણ ગુજરાતમાં, ચાર વડોદરામાં, ત્રણ ગાંધીનગરમાં અને અમરેલી, પાલનપુર, મહિસાગરમાં એક-એક ટીમ મોકલવામાં આવી છે.

નદીઓ છલકાઈ રહી છે
રાજ્યના કટોકટી નિયંત્રણ વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો, વલસાડ અને નવસારી જિલ્લામાં ગુરુવારે સવારે મૂસળધાળ વરસાદ આવતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને નદીઓ છલકાઈ રહી છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે મૂસળધાર વરસાદના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ત્રણ ધોરીમાર્ગો સહિત 197 રસ્તાઓ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.
-
Weather News: આગામી 24 કલાકમાં અનેક રાજ્યોમાં બદલાશે હવામાન, યુપી-બિહાર સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?







Click it and Unblock the Notifications
