સૌરાષ્ટ્રના વરસાદની તોફાની બેટીંગ, આ જિલ્લાઓ માટે હજુ આગામી 48 કલાક ભારે રહેશે!
સૌરાષ્ટ્રમાં સહિત ગુજરાતમાં વરસાદની તોફાની બેટીંગ યથાવત છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદી હેલી સર્જાઈ છે.
સૌરાષ્ટ્રમાં સહિત ગુજરાતમાં વરસાદની તોફાની બેટીંગ યથાવત છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદી હેલી સર્જાઈ છે. આ ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈકાલ રાતથી વરસાદનું જોર વધ્યુ છે અને હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. આ તમામ ઘટનાઓની વચ્ચે સૌરાષ્ટ્રન મોટાભાગની નદીઓ ઉફાન પર છે અને કેટલાક ડેમ ઓવરફ્લો થવા જઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં હાલ વરસાદની તોફાની બેટીંગ યથાવત છે. જામનગરના કાલાવાડ, જૂનાગઠના વિસાવદર અને રાજકોટ શહેરમાં આભ ફાડ્યુ હોય તેવી સ્થિતી છે. આંકડા પર નજર કરીએ તો, કાલાવાડ તાલુકામાં એક રાતમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢનાં વિસાવદરમાં છેલ્લાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ સાથે છેલ્લા 2 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટનાં લોધિકામાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 30 કલાકમાં 16.5 ઈંચ વરસાદ સાથે 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કોટડાસાંગાણીમાં 3 ઇંચ અને ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના ડેમની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના 8 ડેમ ઓવરફ્લો થયા છે.જામનગર જિલ્લામાં આવેલા સપડા, રણજીતસાગર, ફૂલઝર, ફુલઝર-1, કંકાવટી, રૂપારેલ, વાગડિયા ડેમ ઓવરફ્લો થયા છે. આ ઉપરાંત પડધરી પાસે આવેલો આજી-3 ડેમ ઓવરફ્લો થતા ધ્રોલ અને જોડિયા તાલુકાના નિંચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
