સુરતના હરિયાલમાં લાગી ભીષણ આગ, "બ્રિગેડ કોલ" થયો જાહેર
કીમ- માંડવી રોડ પર આવેલી સાનીકા યાર્ન ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી. જો કે પાંચ કલાકની ભારે જહેમત બાદ હવે ફાયર બ્રિગ્રેડ આગને કાબુમાં લેવામાં સફળ રહી છે. જો કે હજી સુધી આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી. જોકે આગ એટલી ભીષણ છે કે ઘટના માટે બિગ્રેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગની ઘટનામાં ફેક્ટરીના તમામ કર્મચારીઓ સત્વરે જીવ બચાવી ફેક્ટરી બહાર દોડી આવતા કોઇ જાનહાનિ નોંધાય નથી.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના હરિયાલ ગામમાં આવેલી સોનિકા ફાઈબર નામની યાર્ન બનાવતી કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી. એક યુનિટમાં લાગેલી આગ જોત જોતામાં ચાર યુનિટમાં ફેલાઈ હતી. બાદ ભીષણ આગને કારણે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.

શું છે બ્રિગ્રેડ કોલ?
બ્રિગ્રેડ કોલ ફાયર બ્રિગ્રેટની ભાષામાં શહેર કે જે તે વિસ્તારની સૌથી મોટી આગ માટે વપરાતો શબ્દ છે. જ્યારે જ્યારે આગ ભયાનક હોય અને ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ પણ આગને કાબુમાં લેવામાં અક્ષમ હોય ત્યારે આવો કોલ આપવામાં આવે છે. જે આગની ભયાનકતા બતાવે છે. જેના આધાર પર વધુ ફાયરની ગાડીઓ બોલવવામાં આવે છે.

કેટલી ગાડીઓ પહોંચી
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે દોડી હતી. આગ વધુ યુનિટમાં પ્રસરતા ફાયર વિભાગે જિલ્લાભરમાંથી ફાયરની 15 ગાડીઓ બોલાવી હતી જેમાં બારડોલી, માંડવી, પલસાણા અને કીમ જીઆઈડીસીમાંથી તેમજ સુરતમાંથી ફાયરની ત્રણ ગાડીઓને મોકલાઈ હતી.

આગ લાગવાનું કારણ?
આગ લાગવાનું ચોક્કસ કારણ તો હજુ જાણી શકાયું નથી જો કે, શોટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ છે.

મોટું નુક્શાન
સુરતની સાનીકા ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આ આગથી મોટું નુક્શાન થવાની ભીતી સેવાઇ રહી છે. વળી જે રીતે આગ એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં લાગી છે તે જોતા મોટા નુક્શાનની આશા સેવાઇ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
