આજથી રાજ્યમાં હીટવેવની આગાહી, આ 13 જિલ્લાઓમાં કાળઝાળ ગરમી પડશે
રાજ્યમાં ગરમીમાં દિવસને દિવસે વધી રહી છે ત્યારે આગાહી મુજબ આજથી એટલે કે, 10 માર્ચથી રાજ્યમાં હીટવેવ શરૂ થશે. ગરમી તેનું રુદ્ર સ્વરૂપ બતાવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા્ં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક આકરી ગરમી રાજ્યવાસીઓએ સહન કરવી પડશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હિટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેશે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની પણ આગાહી સામે આવી છે તેમના મુજબ, આગામી દિવસોમાં ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં અસહ્ય ગરમી અને બફારો અનુભવાશે. ખાસ કરીને 11 માર્ચથી પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે, જે 18થી 22 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.
જ્યારે અરબ સાગર તરફથી ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારો વધુ અનુભવાશે. આ સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જે રાત્રી દરમિયાન પણ ગરમીના અસરકારક પ્રભાવને વધુ તીવ્ર બનાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
