હાર્દિક પટેલ પર લાગેલા દેશદ્રોહના કેસને લઈને મોટા સમાચાર
ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન દાખલ કરાયેલા રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચવા માટે 7 ફેબ્રુઆરીએ કોર્ટમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી.
હવે આ દરખાસ્તને કોર્ટ દ્વારા મંજુરી આપવામાં આવી છે, જેના કારણે આંદોલનના તત્કાલીન આગેવાનો માટે મોટી રાહત મળી છે.

2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી હતી. આ આંદોલનના પડઘા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.
તે સમયની ગુજરાત સરકાર દ્વારા આંદોલનકારીઓ સામે રાજદ્રોહ સહિતના કડક કેસો દાખલ કરવામાં આવ્યા હતા, જે હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચી લીધા છે.
આ સમાચાર પાટીદાર સમાજ માટે મહત્ત્વપૂર્ણ છે અને હવે આંદોલનના આગેવાનો માટે નવી રાજકીય સંભાવનાઓ ખૂલી શકે છે.
આ મંજુરીથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા ચિરાગ પટેલ અને અલ્પેશ કથરિયા સહિતના તત્કાલીન પાટીદાર આંદોલનના નેતાઓને રાહત મળશે. સરકારે 7 ફેબ્રુઆરીએ સરકારે રાજદ્રોહ કેસ પરત ખેંચવા કોર્ટમાં દરખાસ્ત મુકી હતી.
જણાવી દઈએ કે, 2015 માં પાટીદાર સમાજને અનામત મળે તે માટે મોટુ આંદોલન કરવામાં આવ્યુ હતુ. ઓગસ્ટ 2015 માં અમદાવાદ ખાતે GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પાટીદારો એકત્ર થયા હતા. આ લોકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને અનામતની માંગણી કરી હતી.
આ આંદોલનને વિખેરવા સરકારે લાઠીચાર્જ કર્યો હતો અને જવાબદાર યુવકો વિરૂદ્ધ રાજદ્રોહ સહિતના કેસ દાખલ કરાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
