હાર્દિક પટેલ લડશે લોકસભા ચૂંટણી, જાણો કઈ સીટ પરથી?
હાર્દિક પટેલ લડશે લોકસભા ચૂંટણી, જાણો કઈ સીટ પરથી?
પાટીદાર અનામત આંદોલન દ્વારા ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરનારો એક ચર્ચીત ચહેરો એટલે હાર્દિક પટેલ.. આ હાર્દિક પટેલ હવે લોકસભાની ચૂંટણી દ્વારા સીધો રાજકારણમાં સામેલ થઇ શકે છે. પાટીદારો માટે અનામતની માંગણી કરીને રાતોરાત લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણીમાં ઝુકાવશે. યુપીમાં યોજાયેલી એક રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે, હાર્દિક પટેલ ક્યાંથી મેદાનમાં જંપલાવશે તેની કોઇ સપષ્ટ જાણકારી નથી. પરંતું, તે ગુજરાતમાં પાટીદાર પ્રભુત્વની બેઠક પર મેદાનમાં ઉતરશે તે સપષ્ટ છે.

હાર્દિક માટે મહેસાણા કે અમરેલી ?
હાર્દિક ગુજરાતમાં ક્યાંથી ચૂંટણી લડશે તેની પણ અટકળો રાજકીય વિશ્લેષકોમાં શરુ થઈ ગઈ છે. ગુજરાત 20 ટકા જેટલુ પાટીદાર પ્રભુત્વ ધરાવતું રાજ્ય છે. ગુજરાતમાં મહેસાણા અને અમરેલીની બેઠક હાર્દિક પટેલ માટે સેફ મનાય છે. આ પૈકીની કોઈ એક બેઠક પર હાર્દિક ચૂંટણી લડી શકે છે.હાર્દિક ચૂંટણી લડે તો તેના સમર્થનમાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ના ઉભો રાખે તે પણ શક્ય છે. હાર્દિક ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા વધારે છે.

લાલજી પટેલ બનશે મુશ્કેલી ?
ઉત્તર ગુજરાતની મહેસાણા બેઠક પાટીદારોનો ગઢ ગણાય છે. જ્યાંથી હાર્દિકની ચૂંટણી લડવાની શક્યતા છે. પરંતું, ત્યાં સરદાર પટેલ સેવા દળના લાલજી પટેલ પણ હાર્દિક માટે મુશ્કેલીનુ કારણ બની શકે છે. લાલજી પટેલ પાટીદાર સમાજ પર મહેસાણા વિસ્તારમાં ભારે પ્રભુત્વ ધરાવે છે. હાર્દિક પટેલને લાલજી પટેલ મુશ્કેલી સર્જે તેવી શક્યતા છે. તેની સરખામણીએ સૌરાષ્ટ્રની અમરેલીની બેઠક વધારે સુરક્ષિત ગણાઇ શકે છે. કારણ કે અમરેલી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાનીનો ગઢ ગણાય છે. આ ઉપરાંત અમરેલીમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠક પર કોંગ્રેસનો વિજય પણ થયો છે.

કયા પક્ષ સાથે શરૂ કરશે રાજકીય ઇનિંગ
જોકે, હાર્દિક પટેલ ક્યાંથી મેદાનમાં ઉતરશે તેને લઇને પણ અટકળો છે તેમ, તે કયા પક્ષમાંથી મેદાનમાં જંપલાવશે તે પણ ક્યાસ લાગી રહ્યા છે. હાર્દિક અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં આવે તેવી એક અટકળ છે. જ્યાં, કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ન ઉતારીને તેને સમર્થન કરે તેવી સંભાવના છે. તો, કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે પણ ચૂંટણીમાં ઝુકાવી શકે છે. આ ઉપરાંત એનસીપીના ઉમેદવાર તરીકે મેદાનમાં આવે તેવી પણ એક શક્યતા છે. ત્યારે, હવે હાર્દિક પટેલ રાજકારણમાં જાહેર રીતે કયા પક્ષ સાથે પોતાની ઇનિંગ શરૂ કરશે તે સવાલ મુંજવતો રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
