Weather forecast : ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે? જાણો હવામાન વિભાગની આગાહી
Weather forecast : ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ ચોમાસાની વિદાય વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ ઠંડીનો પ્રથમ રાઉન્ડ ક્યારથી શરૂ થશે તેની આગાહીઓ સામે આવી રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અને હવામાન વિભાગના વર્તમાન અપડેટ્સ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે. ત્યારબાદના સાત દિવસ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે અને બે દિવસ પછી વરસાદનું જોર ઘટશે.
હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળના ઉપસાગરની સક્રિયતાને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
નવમી ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે, પરંતુ રાજ્યમાં કોઈ પણ જિલ્લા માટે ભારે વરસાદનું એલર્ટ નથી.
દસમી ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધુ ઘટશે અને માત્ર આઠ જિલ્લામાં હળવા વરસાદના ઝાપટાં પડી શકે છે.
અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાંથી પણ નૈઋત્ય ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.
અરબ સાગરમાં સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું હવે ધીમું પડીને નબળું થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
તેની અસર હેઠળ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદનું અનુમાન છે, જે 10 ઓક્ટોબર સુધીમાં જોવા મળી શકે છે.
સાવચેતીના પગલા રૂપે દરિયાકાંઠે 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને DC-1 સિગ્નલ લગાવાયું છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, 23 ઓક્ટોબરથી સવારના સમયે હળવી ઠંડી પડવાની સંભાવના છે. સામાન્ય રીતે તાપમાનમાં હાલ કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ડિસેમ્બરની શરૂઆતમાં સાચી ઠંડીનો અનુભવ થશે.
22 ડિસેમ્બરથી ભારે હિમવર્ષા થતાં શિયાળાની ઠંડી પડવાની સંભાવના છે, જેની અસર દેશભરમાં વર્તાશે. સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડી ઘટે છે, પરંતુ આ વર્ષે ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો જોવા મળી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
