GSPL-PLLની જોઇન્ટ કનેક્ટિવિટીથી ગુજરાતને મળશે ગેસ
ગાંધીનગર, 9 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, પેટ્રોલિયમ કંપનીને તાત્કાલિક કરાર કરવા આદેશ આપવામાં આવ્યા છે અને ગુજરાતને જીએસપીએલ-પીએલએલની કનેક્ટિવિટીથી ગેસ આપવામાં આવશે. જો કે, ગુજરાત હજુ 15 દિવસ સુધી સસ્તો ગેસ મેળવવા અંગે રાહ જોવી પડશે તેવું જાણવા મળે છે. રાજકોટ ખાતે આવેલી મોદી સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વ્યવહાર થતો હોવાની વિગતો મળી છે, મળતી વિગતો અનુસાર મોદી સ્કૂલના સંચાલકોએ શાળામાં ધો. ૯માં અભ્યાસ કરતી હાર્દિ પ્રશાંતભાઇ પટોળિયા નામની વિદ્યાર્થિનીને અભ્યાસમાં નબળી હોવાનું કારણ જણાવી શાળામાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

અમદાવાદઃ હજુ 15 દિવસ સુધી સસ્તા ગેસ માટે જોવી પડશે રાહ
ગુજરાતને આજ સુધીમાં સસ્તો ગેસ પુરો પાડવોનો હુકમ બહાર પડાયો હતો. જેનું પાલન નહીં થઇ શકતા પેટ્રોલિયમ સચિવ પી કે સિંહ આજે હાઇકોર્ટમાં હાજર રહ્યાં છે. બીજી તરફ જાણવા મળ્યા અનુસાર પેટ્રોલિયમ કંપનીને તાત્કાલિક કરાર કરવા આદેશ આપવામાં આવ્યા છે અને ગુજરાતને જીએસપીએલ-પીએલએલની કનેક્ટિવિટીથી ગેસ આપવામાં આવશે. જો કે, ગુજરાત હજુ 15 દિવસ સુધી સસ્તો ગેસ મેળવવા અંગે રાહ જોવી પડશે તેવું જાણવા મળે છે.

અમદાવાદઃ સિવિલમા મહિલા દર્દી સાથે છેડછાડ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દી સાથે છેડછાડ કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવાની તસ્દી લેવામાં આવી નહોતી, જેને લઇને મંદિરે દર્શનાર્થે આવેલા બળદેવભાઇ જાધવે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સિવિલમાં માનસિક રીતે બીમાર 40 વર્ષીય મહિલાને પગમાં ગેંગરીન થયું હતું, જે સબબ તેને ટ્રોમાં દાખલ કરવામાં આવી હતી બાદમાં તેને ટ્રાન્ઝીસ્ટ વોર્ડમાં ખસેડવામાં આવી હતી. રાત્રે સ્ટાફ નહીં હોવાનું કહેવામાં આવતા, એક શખ્સે આ મહિલા સાથે છેડછાડ કરી હતી, જો કે બળદેવભાઇએ જોઇને બુમાબુમ કરતા પકડાઇ જવાના ડરથી ફરાર થઇ ગયો હતો.

સુરતઃ નારાયણ સાંઇ-પીડિતાની ક્રોસ વેરિફિકેશન પૂછપરછ
સુરતની પીડિતા દ્વારા કરવામા આવેલા બળાત્કારના આરોપમાં પકડાયેલા નારાયણ સાંઇ વધુ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. મળતી માહિતી અનુસાર ડીસીબીની ઓફિસમાં સવારે પીડિતાને લઇને આવવામાં આવી હતી અને પીડિતા તથા નારાયણ સાંઇને સામસામે બેસાડીને ક્રોસ વેરિફિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે જાણવા મળ્યા મુજબ નારાયણ સાંઇએ જણાવ્યું છે કે પીડિતા તેને અનહદ પ્રેમ કરતી હતી અને આજે પણ તેને પીડિતા પ્રત્યે જરા પણ નફરત નથી. બીજી તરફ પીડિતાએ કહ્યું હતું કે નારાયણ સાંઇ માનસિક ત્રાસ આપવા માટે આ પ્રકારની ચાલ ચાલે છે અને તેણે ક્યારેય નારાયણ સાંઇને પ્રેમ કર્યો નથી.

રાજકોટઃ સાવકી માતાએ દોઢ વર્ષ સુધી તરૂણીને ગોંધી રાખી
રાજકોટના નવાગામ-આણંદપર ખાતે 12 વર્ષની તરૂણીને તેની સાવકી માતાએ દોઢ વર્ષ સુધી અંધારા ઓરડામાં ગોંધી રાખી અમાનવીય ત્રાસ ગુજાર્યો હતો. બનાવ અંગેની જાણ સામાજિક સંસ્થાને થયા બાદ તરૂણીને મુક્ત કરાવવામાં આવી હતી અને સ્પેશિયલ હોફ ફોર ગર્લ્સમાં મોકલી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નવાગામ આણંદપરમાં રહેતા છગનભાઇ સોમાભાઇ મકવાણાના ઘરમા તેમની 12 વર્ષની પુત્રીને છેલ્લા દોઢ વર્ષની ગોંધી રાખવામાં આવી હતી. જે અંગેની જાણ એક જાગૃત નાગરિકે મહિલા પોલીસ મથકે કરવામાં આવ્યા બાદ સ્વરાજ સંસ્થા દ્વારા એ તરૂણીને મુક્ત કરાવવામાં આવી હતી.

રાજકોટઃ અભ્યાસમાં નબળી હોવાનું કહીં વિદ્યાર્થિનીને ધમકાવી
રાજકોટ ખાતે આવેલી મોદી સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વ્યવહાર થતો હોવાની વિગતો મળી છે, મળતી વિગતો અનુસાર મોદી સ્કૂલના સંચાલકોએ શાળામાં ધો. ૯માં અભ્યાસ કરતી હાર્દિ પ્રશાંતભાઇ પટોળિયા નામની વિદ્યાર્થિનીને અભ્યાસમાં નબળી હોવાનું કારણ જણાવી શાળામાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી, જેને લઇને વિદ્યાર્થી આલમ અને વાલીઓમાં રોષ ફેલાવા પામ્યો છે. વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યા બાદ ચાઇલ્ડ વેલફેર કમિટી અને શિક્ષણ વિભાગ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી, જે સબબ અધિકારીઓ શાળાએ દોડી ગયા હતા. સમાજ સુરક્ષા વિભાગે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આણંદઃ દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ પણ જીવલેણ હુમલો
પેટલાદ તાલુકાના સુણાવ ગામની સીમમાં દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ પર બુટલેગર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસ કર્મીને ગંભીર ઇજાઓ પહોંચી છે. બનાવની જાણ થતાં આણંદ જિલ્લી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ આણંદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તુરત સુણાવ પહોંચી ગયા હતા. પોલીસે બુટલેગર અને તેના સાગરિત વિરુદ્ધ હત્યાના પ્રયાસ સાથે રાયોટિંગનો ગુનો નોંધી સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

હાલોલઃ અકસ્માત બાદ મારામારી
હાલોલના ગોધરા રોડ પર આવેલી વીએમ સ્કૂલ પાસે બેસેલા યુવાનો પર શહેરના માથાભારે શખ્સો દ્વારા અકસ્માતના બનાવને ધ્યાનમા રાખીને ગડદાપાટુનો માર મારી હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે મળતી માહિતી અનુસાર શનિવારે રાત્રે લગ્ન પ્રસંગમાં ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બોલાચાલી થઇ હતી, જે તે સમયે લોકોએ દરમિયાનગિરી કરીને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ ટેમ્પોના ડ્રાઇવરે પોતાના ભાઇ અમીત ભરવાડને બનાવની જાણ કરતા અમીત ભરવાડ અને તેના સાગરિતો ત્યાં પહોંચ્યા હતા અને ઉક્ત યુવાનો સાથે મારામારી કરવા લાગ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
