Gujarat Weather Update: ખૈલૈયાઓના રંગમાં થશે ભંગ, 19 ઓક્ટબર સુધી વરસાદની આગાહી
Gujarat Weather Update: સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો પાવન પર્વ ઉજવાઇ રહ્યો છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. પહેલા નોરતે પણ અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 16મી ઓક્ટોબરના રોજ ઘણા વિસ્તારોમાં વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગર અને બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 17, 18, 19 અને 20મી ઓક્ટોબરના રોજ વરસાદની કોઇ આગાહી નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સુષ્ક રહેવાની શક્યતા છે.
16 ઓક્ટોબરના રોજ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર - 17 ઓક્ટોબરના રોજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગિલગિટ અને મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના ઘણા ભાગોમાં હવામાનમાં આ ફેરફાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છે.
ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારત ઉપરાંત દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં પણ વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું છે કે, 17 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, પોંડિચેરી, કરાઈકલ અને માહેમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત, 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. લક્ષદ્વીપ પ્રદેશ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ 16 ઓક્ટોબરે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
