Gujarat Weather: રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી, આજે હળવા વરસાદની આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતમાં ભારે વરસાદના રાઉન્ડે બ્રેક મારી છે, આગામી લગભગ 2 સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ નથી.

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના પણ હળવાથી મધ્યમ વરસાદનો જ વરતારો વ્યક્ત કરાયો છે. હવામાન વિભાગની માનીએ તો ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા છે. તો સ્થિતિને જોતા માછીમારો માટે 4 અને 5 ઓગસ્ટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વરસાદી સિસ્ટમ રાજ્ય પરથી દૂર થઈ હોવાની વાત સામે આવી છે, ક્યાંક હળવા વરસાદી ઝાપટાની સંભાવના રહેવી છે, હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાની વાત છે, તો 15 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાતી નથી, રાજ્યમાં તાપમાન 1-2 ડિગ્રી જેટલું વધી શકે છે અને સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 34.4 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ઓગસ્ટના 15 દિવસ સુધી વરસાદની ગતિ ધીમી રહેશે અને ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાશે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સમાન્ય વરસાદ નોંધાવવાની આગાહી કરવામાં આવી છે, સામાન્ય વરસાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 453.8 mm વરસાદ હોય છે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 250 mm વરસાદ હોય છે, આ વર્ષે સમાન્ય ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સમાન્ય કરતા વધુ વરસાદ નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના માત્ર 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
એકે દાસ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 1થી 7 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી. જોકે, ઘણાં વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ રહેવાની સંભાવનાઓ છે. જેમાં આજના દિવસે અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેવાનું પૂર્વાનુંમાન છે.
ગુજરાતમાં વરસાદની લાંબાગાળાની આગાહી કરવામાં આવી છે, જે અંગે એકે દાસે માહિતી આપી છે કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સારો એવો વરસાદ થયો છે, જ્યારે આગામી સમયમાં તેનું જોર ઘટવાની પરંતુ વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ જોવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
